કરાચીઃ ICC વિરુદ્ધ નિવેદન આપતાં શોએબ અખ્તરે કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં ICCએ કેટલાક એવા નિયમો બનાવ્યાં છે, જેના લીધે રમતનુ સમગ્ર સંતુલન અસ્વસ્થ થઇ ગયું છે.
દુનિયાનો સૌથી ફાસ્ટ બોલર શોએબ અખ્તર તેના સ્પષ્ટ નિવેદન માટે જાણીતો છે. મંગળવારે શોએબ અખ્તરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ પર જોરદાર પ્રહાર કર્યા હતા. શોએબ અખ્તરે આઇસીસી પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે આ સંસ્થાએ ક્રિકેટને બરબાદ કરી દીધું છે. શોએબ અખ્તરે કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં આઇસીસીએ કેટલાક એવા નિયમો બનાવ્યા છે કે જેના લીધી રમતનુ સમગ્ર સંતુલન અસ્વસ્થ થઇ ગયું છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની આકરી ટીકા કરતા કહ્યું છે કે છેલ્લા દસ વર્ષમાં આઇસીસીએ ક્રિકેટનો અંત લાવીને ક્રિકેટને ઘૂંટણમાં લાવ્યું છે. કોમેન્ટર સંજય માંજરેકરની સાથે વાતચીત દરમિયાન શોએબે વ્હાઇટ બોલ ક્રિકેટ રમવાના કેટલાક નિયમો અંગે નારાજગી વ્યક્ત કરી હતી, અને કહ્યું કે આ નિયમોને કારણે આ ફોર્મેટ બેટ્સમેનોને મદદરૂપ બન્યું છે.
માંજરેકરે તેમને પૂછ્યું હતું કે મર્યાદિત ઓવરની મેચમાં ફાસ્ટ બોલરો ધીમી બોલિંગ કરી રહ્યાં છે જ્યારે સ્પિનરો ફાસ્ટ બોલિંગ કરી રહ્યાં છે, આ અંગે તમારે શું કહેવું છે? શોએબે જવાબમાં કહ્યું કે હું સ્પષ્ટ કહું તો આઇસીસી ક્રિકેટનો અંત લાવી રહી છે. હું ખુલ્લેઆમ કહી રહ્યો છું કે આઇસીસીએ છેલ્લા દસ વર્ષમાં ક્રિકેટને નાબૂદ કર્યું છે. શોએબ અખ્તરનું માનવુ છે કે હવે દરેક ઓવરમાં બાઉન્સરોની સંખ્યા વધારવી જોઇએ કારણ કે હવે બે નવા બોલથી મેચ રમાઇ છે અને મોટાભાગે સર્કલથી બહાર વધારે સમય સુધી ચાર ફિલ્ડર જ હોય છે.
શોએબ અખ્તરે માંજરેકરને કહ્યું હતું કે તેણે સચિનની ટેનિસ કોણીની ઇજાનો ખુબ ફાયદો ઉઠાવ્યો હતો. શોએબ અખ્તરે કહ્યું કે હું તેની સાથે ક્યારેય આક્રમક ન હોતો બનતો કારણ કે વિશ્વના આ સર્વશ્રેષ્ઠ બેટ્સમેન પ્રત્યે ઘણું સન્માન રહ્યું છે. પરંતુ હું તેની બેંટીગને ખામોશ રાખવાની કોશીશ કરતો હતો. 2006માં ભારતના પાકિસ્તાન પ્રવાસ દરમિયાન સચિન તેની કોણીની ઇજાને કારણે સંઘર્ષ કરી રહ્યે હતો, તેથી હુ તેને ઘણા બાઉન્સર નાખતો હતો જેથી તે હુક અને પુલ શોટ રમી ના શકે.