- ગુજરાતના પૂર્વ DGPને BCCIમાં નવી જવાબદારી સોંપાઈ
- શબીર ખંડવાવાલા બન્યા BCCIની એન્ટિ કરપ્શન યુનિટના પ્રમુખ
- ખંડવાવાલા અજિત સિંહની જગ્યાએ જવાબદારી સંભાળશે
નવી દિલ્હીઃ ગુજરાતના પૂર્વ DGP શબીર હુસૈન શેખાદામ ખંડવાવાલાને હવે નવી જવાબદારી મળી છે. BCCIએ તેમને એન્ટિ કરપ્શન યુનિટના પ્રમુખ બનાવ્યા છે. વર્ષ 1973ની બેચના 70 વર્ષીય આ IPS અધિકારી અજિત સિંહની જગ્યા લેશે, જેમનો કાર્યકાળ 31 માર્ચે પૂર્ણ થઈ ગયો છે.
આ પણ વાંચોઃ લોકડાઉનની અસર મુંબઈમાં IPL મેચો પર નહીં થાય: સૌરવ ગાંગુલી
વર્ષ 2010માં DGP પદેથી નિવૃત્ત થયા પછીથી ખંડવાવાલાએ સલાહકાર તરીકે એસ્સાર ગૃપ સાથે કામ કર્યું. તેઓ કેન્દ્ર સરકારમાં લોકપાલ સર્ચ સમિતિનો પણ ભાગ રહી ચૂક્યા છે. ખાંડવાવાલા IPL 2021ને જોતા 7 એપ્રિલે ચેન્નઈ જશે. તેઓ પદ સંભાળ્યા પહેલા 28 માર્ચે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પુણેમાં યોજાયેલી ત્રીજી વનડે મેચમાં પણ હાજર હતા.
આ પણ વાંચોઃ BCCI દિલ્હી અરુણ જેટલી સ્ટેડિયમમાં કાર્યાલય ખોલે તેવી સંભાવના
અજિત સિંહ ખંડવાવાલાને મદદ કરવા વધુ એક મહિનો કામ કરશે
રાજસ્થાનના પૂર્વ DGP અજિત સિંહ વર્ષ 2018માં BCCI એન્ટિ કરપ્શન યુનિટના પ્રમુખ બન્યા હતા. તેઓ ખંડવાવાલાની મદદ માટે વધુ એક મહિનો કામ કરશે.