બાર્બાડોસ: વેસ્ટ ઇન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન ડેરેન સેમ્મીએ ક્રિકેટ સમુદાયને અપીલ કરી છે કે, જ્યોર્જ ફ્લૉયડના મૃત્યુ અંગે કંઈક કહે. ફ્લૉયડના મોત બાદ આખા અમેરિકામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે.
મહત્વનું છે કે, ગત સપ્તાહે પોલીસ કસ્ટડીમાં 40 વર્ષીય ફ્લોયડનું મોત નીપજ્યું હતું. ડૈરેક શોવિન નામના પોલીસ અધિકારીએ ફ્લૉયડની ગરદનને પર ઘૂંટણ રાખી હુમલો કર્યો હતો અને ફ્લોયડ વારંવાર કહેતો હતો કે, મને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. મને છોડી દો, બાદમાં ફ્લૉયડનું મોત થયું હતું.
સેમ્મીએ ટ્વિટર હેન્ડલ પર લખ્યું, "લોકો લાંબા સમયથી અસ્વસ્થ છે. હું સેન્ટ લ્યુસિયામાં છું અને હું નિરાશ છું, જો તમે મને સાથીદાર તરીકે જોશો તો તમે જ્યોર્જ ફ્લૉયડને જોશો, તમે અમને સાથ આપી આવનાર પરિવર્તનનો એક ભાગ બની શકો છો. જે કાળા લોકોના જીવન માટે મહત્વ છે.
તેમણે લખ્યું, આવું ફક્ત અમેરિકામાં નથી ખાતું બધે દરરોજ થઈ રહ્યું છે. કાળા લોકોનું જીવન આવી બદીઓથી ખરડાયેલું છે. હવે મૌન રહેવાનો સમય ગયો. તમે બોલો, હું તમને સાંભળવા માંગું છું.