વર્લ્ડ કપ 2019માં ભારતના ઓપનર રોહિત શર્માનું શાનદાર પ્રદર્શન યથાવત રહ્યું છે. રોહિત શર્માએ એક વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી છે. રોહિત શર્માએ આ ઉપલબ્ધિ બાંગ્લાદેશ વિરુદ્ધ રમાઈ રહેલી મેચમાં મેળવી છે.
વન-ડે મેચમાં સૌથી વધુ સદી ફટકાવનાર બેટ્સમેનની યાદી
સદી | બેટ્સમેન |
49 | સચિન તેંડુલકર |
41 | વિરાટ કોહલી |
30 | રિકી પોન્ટીંગ |
28 | સનથ જયસૂર્યા |
27 | હાશિમ અમલા |
26 | રોહિત શર્મા |
રોહિત શર્મા વન-ડે મેચમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ભારતીય બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને પણ પાછળ ધકેલ્યો છે. રોહિત શર્માએ કુલ 230 છગ્ગા ફટકાર્યા છે. બાંગ્લાદેશ સામેની મેચમાં રોહિત શર્મા સૌથી વધુ છગ્ગા ફટકાવનાર ખેલાડીની યાદીમાં ચોથા નંબર પર પહોંચ્યો છે. તેમણે શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર કુમાર સાંગાકારાના રેકોર્ડની બરાબરી કરી છે.
વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકાવનાર ખેલાડીઓની યાદી
છગ્ગા | બેટ્સમેન |
351 | શાહિદ આફરીદી |
326 | ક્રિસ ગેલ |
270 | સનથ જયસૂર્યા |
230 | રોહિત શર્મા |
228 | એમ.એસ ધોની |
વર્લ્ડ કપમાં ભારત માટે સોથી વધુ રન ફટકાવનાર ખેલાડી
રન | બેટ્સમેન | વર્ષ |
673 | સચિન તેંડુલકર | 2003 |
523 | સચિન તેંડુલકર | 1996 |
503 | રોહિત શર્મા | 2019 |
482 | સચિન તેંડુલકર | 2011 |
રોહિત શર્મા શ્રીલંકાના કુમાર સંગાકારાની બરોબરી કરી છે. કુમાર સંગાકારાએ વર્ષ 2015ના વર્લ્ડ કપમાં સતત 4થી સદી ફટકારી હતી. રોહિત શર્મા અને કુમાર સંગાકાર આ બંને ખેલાડીઓના નામે વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ છે.