ETV Bharat / sports

કોરોના ઈફેક્ટ: રોડ સેફ્ટી સીરિઝ રદ કરાઇ - રોડ સેફ્ટી સીરિઝ રદ

રોડ સેફ્ટી વિશ્વ સીરિઝ 2020 કોરોના વાયરસના કારણે રદ કરવામાં આવી છે. 11 મેચોની આ સીરિઝની 4 મેચ રમાઇ હતી. જે બાદ આ ટુનાર્મેન્ટને રદ કરવામાં આવી છે.

road
રોડ
author img

By

Published : Mar 13, 2020, 8:09 AM IST

મુંબઇ: ટ્રાફિકના નિયમો પ્રતિ લોકોમાં જાગરુકતા લાવવા માટે આયોજિત કરવામાં આવેલી રોડ સેફ્ટી વિશ્વ સીરિઝ 2020ને કોરોના વાયરસના કારણે રદ કરી દેવામાં આવી છે.

આ અગાઉ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના જોખમના કારણે ખાલી સ્ટેડિયમમાં મેચ રમવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આયોજકોએ પુણેના એમ.સી સ્ટેડિયમમાં રમાનારી મેચોને હવે નવી મુંબઇના ડી.વાઇ પાટિલ સ્ટેડિયમમાં રમાશે તેવો નિર્ણય કર્યો હતો. પરંતુ હવે આ ટુર્નામેન્ટને રદ કરવામાં આવી છે.

road
કોરોના ઈફેક્ટ: રોડ સેફ્ટી સીરિઝ રદ કરાઇ

નોંધનીય છે કે, કોરોના વાયરસથી બચવા માટે ખેલ મંત્રાલયે એક ગાઈડલાઇન જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું કે, કોઇ પણ રમતનું આયોજન કરવામાં નહી આવે.

રોડ સેફ્ટી સીરિઝને રદ કરવામાં આવી છે. હવે ક્રિકેટ જગતના દિગ્ગજો રમતા નહીં જોવા મળે. ભારતના પૂર્વ ખેલાડી સચિન અને સહેવાગ જોવા ખેલાડી હવે આ સીરિઝમાં રમતા નહીં જોવા મળે. આ સિવાય ભારતના પૂર્વ ખેલાડી યુવરાજ સિંહ, ઈરફાન ખાન ઝહિર ખાન જેવા ખેલાડી પણ આ સીરિઝ રમી રહ્યાં હતા.

આ ટુર્નામેન્ટમાં ભારત સિવાય વિન્ડિઝ, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકાના લેજન્ડ્સ પૂર્વ ક્રિકેટર્સ ભાગ લઇ રહ્યાં હતા. દરેક ટીમમાં પોતાની દેશના દિગ્ગ્જો આ ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહ્યાં હતા. આ સીરિઝમાં કુલ 11 મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક ફાઇનલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. 10 લીગમાંથી 4 મેચ રમાઇ હતી. લીગની પ્રથમ મેચમાં ઈન્ડિયાના લેજન્ડર્સે વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટે હરાવ્યું હતું.

ભારતે પોતાની બીજી મેચમાં શ્રીલંકાની વિરુદ્ધ રમી હતી. જેમાં ભારતનો 5 વિકેટ વિજય થયો હતો. ભારતના અગામી બે મેચ સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના વિરુદ્ધ રમાવાની હતી અને 22 માર્ચે ફાઇનલ મેચ રમાવાની હતી. પરંતુ કોરોના વાયરસના કારણે આ ટુર્નામેન્ટ રદ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.