નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પ્રમુખ સૌરવ ગાંગુલીએ જાહેરાત કરી હતી કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પહેલા ઓલ સ્ટારનો આઈપીએલ મુકાબલો રમાશે. ક્રિકેટનો જલ્સો એટલે આઈપીએલ ટૂર્નામેન્ટ શરુ થવાની છે. તે પૂર્વે ચેરીટી માટે નાણાં એકત્રિત કરવા માટે 'ઓલ સ્ટાર્સ' મેચ રમાડવાનો ભારતીય ક્રિકેટ બોર્ડે નિર્ણય લીધો છે.
આઈપીએલના રજીસ્ટર્ડ ખેલાડીઓમાંથી બે ટીમ બનાવવામાં આવશે. 29મી માર્ચથી આઈપીએલ શરુ થાયતેનાં ત્રણ દિવસ પૂર્વે આ મેચ રમાડવામાં આવશે. IPL (Indian Premier League)માં રમાનારી 2 ટીમ ટૂર્નામેન્ટની 8 ફેન્ચાઈઝીઓ સાથે મળી બનાવવામાં આવશે. જેમાં 2 ટીમો બનાવવા માટે એક ટીમ કિંગ્સ ઈલેવન પંજાબ, દિલ્હી કૈપિટલ્સ, રાજસ્થાન રૉયલ્સ અને કોલકતા નાઈટરાઈડર્સ, જ્યારે બીજી ટીમ બનાવવામાં મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નઈ સુપર કિંગ્સ, રૉયલ ચેલેન્જર બેગ્લોર અને સનરાઈઝ હૈદરાબાદ મદદ કરશે.
ઓલ સ્ટાર મેચની જાણકારી ગાંગુલીએ જાન્યુઆરીના અંતમાં આઈપીએલ ગવર્નિગ કાઉન્સિલની મીટિંગ બાદ કહી હતી. ફેન્ચાઈઝી ટૂર્નામેન્ટ પહેલા પોતાના ખેલાડીઓને આ મેચ માટે રિલીઝ કરવા માંગતી નથી. કારણ કે, જેની પાછળ ક્રિકેટ અને વ્યાવસાયિક કારણો છે. ફેન્ચાઈઝીના માલિકે મીડિયાને કહ્યું કે, જો અમારા ખેલાડી ટીમની જર્સી ન પહેરી શકે તો વ્યવસાયિક રુપે અમે આ વાત સાથે સહમત નથી. એક અન્ય ફેન્ચાઈઝીના માલિકે આ વિશે કહ્યું કે, આઈપીએલના એક સપ્તાહ પહેલા આ મેચથી ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવાનો ભય રહે છે.
જો ખેલાડી ઈજાગ્રસ્ત થયો તો તે આઈપીએલમાં તેમની ટીમ માટે રમી ન શકે. બીસીસીઆઈના 13મા સત્રના શેડયૂલ સાથે તેમણે કહ્યું કે, ટૂનામેન્ટ શરુ થવા પહેલા ટીમના ખેલાડીઓ વચ્ચે તાલમેલ જરુરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આઈસીસીની એક બેઠક માર્ચના અંતિમ સપ્તાહમાં યોજાવાની છે, જેમાં જય શાહ બીસીસીઆઈ તરફથી ભાગ લેશે. આ બેઠક બાદ આઈપીએલ શરૂ થવાના દિવસમાં બદલાવ આવી શકે છે.