રાજકોટ : સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રણજી ટ્રોફીની ફાઈનલ મેચ રમાઈ રહી છે. એ.વી. બારોટ અને વિશ્વરાજ જાડેજાની અર્ધ શતકની મદદથી સૌરાષ્ટ્રએ બંગાળ વિરુદ્ધ રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં પ્રથમ દિવસે 5 વિકેટ ગુમાવી 206 રનનો સ્કોર કર્યો હતો.
ટૉસ જીતી પ્રથમ બેટિંગ કરવા મેદાન પર ઉતરેલી સૌરાષ્ટ્ર ટીમના બંને ઓપનર હાર્વિક દેસાઈ 38 અને બરોટે પ્રથમ વિકેટ માટે 82 રનની પાર્ટનરશીપથી શરુઆત કરી હતી.દેસાઈએ 111 બોલ પર 5 ચોગ્ગા ફટકાર્યા હતા. બરોટે 142 બોલ પર 6 ચોગ્ગા ફટકાર્યા હતા. સૌરાષ્ટ્રે 163ના સ્કોર પર વિશ્વરાજને 182નો સ્કોર પર શેલ્ડન જૈક્સન 14 અને 206ના સ્કોર પર ચેતન સકારિયા 4 વિકેટ ઝડપી હતી.
ભારતીય ટેસ્ટ બેટસ્મેન ચેતેશ્વર પુજારા 24 બોલ પર 1 ચોગ્ગો લગાવી 5 રનના સ્કોર પર રિટાયર્ડ હર્ટ થયો છે.વિશ્વરાજે 92 બોલ પર 7 ચોગ્ગા, જેક્સને 15 બોલ પર 3 ચોગ્ગા , અર્પિત વાસવદા 94 બોલ પર 3 ચોગ્ગાની મદદથી 29 રન બનાવી અણનમ છે.
બંગાળ માટે આકાશદીપે ત્રણ, શાહબાઝ અહમદ અને ઈશાન પોરેલે એક એક વિકેટ ઝડપી હતી. દિવસના અંતે અર્પિત વસાવડા 29 રન બનાવી અણનમ રહ્યો હતો.