પૃથ્વી શોના યૂરીન સેંપલમાં પ્રતિબંધિત પદાર્થ મળ્યો હતો. જેનો ઉપયોગ કફ સિરપમાં કરવામાં આવે છે.
BCCIના જણાવ્યાં અનુસાર 16 જુલાઇ 2019ના રોજ પૃથ્વી શોને એન્ટી ડોપિંગ રૂલ વોયલેશન અને BCCI એન્ટી ડોપિંગ રુલ્સની કલમ 2.1ના ઉલ્લેઘનમાં દોષિત સાબિત થયો હતો. પૃથ્વી શોએ પણ આ સેવનનો ઉપયોગ કર્યો છે, જે વાતને માની છે. પરંતુ, તેને કહ્યું કે ખાસીને રોકવા માટે તેને કફ સિરપનો ઉપયોગ કર્યો હતો. BCCIએ શોના ખુલાસાનો સ્વીકાર કર્યો હતો. અને તેની આ બેદરકારીને લઇને 8 મહીના માટે તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે.
BCCI ADRની કલમ 10.10.3 મુજબ પૃથ્વી શોએ પોતાના પર લાગેલા આરોપનો સ્વીકાર કર્યો છે. તેવામા તેના પર કલમ 10.10.2 હેઠળ બેન લગાવ્યો છે. અને તેને 8 મહિના માટે સસ્પેન્ડ કર્યો છે. શો નો સસ્પેન્ડ 16 માર્ચ 2019 સુધી ચાલુ રહેશે.
પૃથ્વી શો સિવાય રાજસ્થાનના હોમ ટાઉનમાં રમનારા દિવ્યા ગજરાજ અને વિદર્ભમાં રમનાર અક્ષય ડુલ્લરવારને પણ 8 મહીના માટે સસપેન્ડ કર્યા છે.