નવી દિલ્હીઃ 2008ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર હરભજનસિંહે આકાશ ચોપડા સાથેની યુ ટ્યુબ વીડિયો ચેટ દરમિયાન એક વાત કહી હતી. જેમાં રિકી પોન્ટિંગ જાતે જ ભારતીય ખેલાડીને આઉટ કરવા માટે અમ્પાયર બન્યો હતો.
ભારતીય ટીમનો 2008માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ ઘણા વિવાદોથી ઘેરાયેલો હતો. આ ટૂર પર મંકી ગેટનો મામલો સ્પિન બોલર હરભજન સિંઘ અને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ સાયમન્ડ વચ્ચે પ્રકાશમાં આવ્યો હતો. બંને ટીમો વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો હતો કે, ભારતીય ખેલાડીઓએ શ્રેણીની બાકીની મેચ રમવા પર ધમકી મળી હતી. આ સિવાય તે દરમિયાન ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ પર ઘણા ગંભીર આક્ષેપો થયા હતા. આ શ્રેણી સાથે સંબંધિત આવું જ કંઈક હરભજનસિંહે આકાશ ચોપડા સાથેની યૂટ્યુબ વીડિયો ચેટ દરમિયાન કહ્યું હતું, જેમાં પોટિંગ જાતે જ ભારતીય ખેલાડીને આઉટ કરવા માટે અમ્પાયર બની ગયો હતો.
મહત્વનું છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ટેસ્ટ દરમિયાન રિકી પોન્ટિંગ ગ્રાઉન્ડ પર આક્રમક અપીલથી અમ્પાયર ઉપર દબાણ લાવી રહ્યો હતો અને ભારતીય બેટ્સમેનને આઉટ કરવા કહ્યું હતું. એવું લાગી રહ્યું હતું કે, જાણે ઓસ્ટ્રેલિયન કેપ્ટન સાથે અમ્પાયરની ભૂમિકા નિભાવી રહ્યો હોય. હરભજને કહ્યું કે, “સિડની ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં રિકી પોન્ટિંગે સૌરવ ગાંગુલીનો સ્લિપમાં કેચ પકડ્યો હતો, પરંતુ અમ્પાયર્સને ખાતરી નહોતી કે, પોન્ટિંગે સરખી રીતે કેસ પકડ્યો છે. તે દરમિયાન પોટિંગ દલીલ કરવા લાગ્યો કે, મેં સારી રીતે કેચ પકડ્યો છે.
તમને જણાવી દઈએ કે, ગાંગુલીને ઓસ્ટ્રેલિયન ટીમ અને કેપ્ટન પોન્ટિંગના દબાણને કારણે આઉટ કરવામાં આવ્યો હતો. આ ઘટના જોઈને ઓન એર કમેંટેંટર સુનીલ ગાવસ્કરે પણ નારાજગી વ્યક્ત કરી હતી. આ વીડિયો ચેટમાં હરભજને સાયમંડ સાથેના વિવાદ વિશે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, જ્યારે મારી સાયમન્ડ સાથે બબાલ થઈ ત્યારે મારી નજીક સચિન તેંડુલકર અને સાયમન્ડ જ હતાં, પરંતુ જ્યારે આ મામલે સુનાવણી થઈ, ત્યારે ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટ, મેથ્યુ હેડન અને રિકી પોન્ટિંગ ત્રણેયએ જુબાની આપી હતી અને કહ્યું હતું કે ભજ્જીએ સાયમંડને જે કહ્યું હતું એ અમે પણ સાંભળ્યું હતું.''