લાહોર: પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર અને રાવલપિંડી એકસપ્રેસ તરીકે ઓળખાતા શોએબ અખ્તરનું માનવું છે કે, જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને સન્યાસ પરત ખેંચવા અને આગામી વર્ષે યોજાનારા ટી20 વર્લ્ડકપમાં રમવા અનુરોધ કરે, તો ધોની ટી-20 વર્લ્ડકપ રમી શકે છે.
ધોનીએ ગત અઠવાડિયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની ઘોષણા કરી હતી. ધોની iccની ત્રણેય ટ્રોફી જીતનારા એકમાત્ર કેપ્ટન છે.
શોએબ અખ્તરે પોતાની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું કે, મને લાગે છે કે, ધોની ટી-20 વર્લ્ડકપ રમી શકે છે, જેમ ભારત પોતાના ફિલ્મ સ્ટારોનું સન્માન કરે છે, એમને એક આગવી ઓળખ આપે છે, એને ધ્યાનમાં રાખી હું કહી શકું કે, ધોની ટી-૨૦ વર્લ્ડ કપમાં જરૂર રમશે પણ એ ખેલાડીની પોતાની પસંદગી છે.
શોયબ અખ્તરે જણાવ્યું કે, મહેન્દ્રસિંહ ધોની ભવિષ્યમાં નરેન્દ્ર મોદીના કહેવા પર ટીમમાં વાપસી કરી શકે છે. ભારતના વડાપ્રધાન જો ટીમ માટે રમવા જણાવે તો, તો ધોની તેમને ના કહી શકે. જો વડાપ્રધાન મોદી તેમને ફોન કરી ટી20 વર્લ્ડ કપ રમવા માટે અનુરોધ કરે તો આ શક્ય છે. ઇમરાન ખાનને જનરલ ઝિયા ઉલ હકે 1987માં ક્રિકેટ ન છોડવા જણાવ્યું હતું અને તેઓ પાકિસ્તાન માટે રમ્યા હતા.
આ સાથે જ રાવલપિંડી એક્સપ્રેસએ જણાવ્યું હતું કે, 2021માં યોજાનારા ટી20 વર્લ્ડકપમાં ભારતીય ક્રિકેટ ટીમનું સુકાન સંભાળવા માટે વડાપ્રધાન મોદીએ ધોનીને અનુરોધ કરવો જોઈએ. ભારતે ધોનીને ફેરવેલ આપવી જોઈએ.