ETV Bharat / sports

ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે ક્રિકેટમાંથી લીધો સંન્યાસ

ભારતના પૂર્વ વિકેટકીપર-બેટ્સમેન પાર્થિવ પટેલે ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 18 વર્ષની કારકિર્દી બાદ પાર્થિવે અચાનક જ નિવૃત્તિની જાહેરાત કરી.

પાર્થિવ પટેલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ

author img

By

Published : Dec 9, 2020, 1:30 PM IST

હૈદરાબાદ : ભારતના પૂર્વ વિકેટકીપર-બેટ્સમેન પાર્થિવ પટેલે ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.પાર્થિવ પટેલે 18 વર્ષના કરિયરમાંથી અચાનક જ નિવૃત્તિની જાહેરાત કરી છે.35 વર્ષીય પાર્થિવ પટેલે તેમના 18 વર્ષના કરિયરમાં ભારત માટે 25 ટેસ્ટ, 38 વનડે મેચ અને 1 ટી-20 મેચ ભારત માટે રમી છે.તેમજ ઘરેલું ક્રિકેટમાં ગુજરાત માટે રમતા પાર્થિવે 194 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. પાર્થિવે નિવૃત્તિની જાહેરાત ટ્વિટરના માધ્યમથી કરી છે.

2002માં પાર્થિવ પટેલે ભારતીય ટીમમાં ડેબ્યૂ

વર્ષ 2002માં પાર્થિવ પટેલે ભારતીય ટીમમાં ડેબ્યૂ કર્યું હતો. આ સાથે તેમણે ટેસ્ટમાં સૌથી નાની વયમાં વિકેટકીપર બન્યો હતો. તે સમયે તેમની ઉંમર 17 વર્ષ 153 દિવસની હતી. પાર્થિવ પટેલની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત ખૂબ સારી રહી હતી, પરંતુ 2004માં દિનેશ કાર્તિક અને મહેન્દ્રસિંહ ધોનાના ઉદય બાદ તેણે પોતાનું સ્થાન ગુમાવી દીધું હતું.

ક્રિકેટના તમામ ફોર્મેટ પરથી સંન્યાસની જાહેરાત

પાર્થિવે પટેલે ટ્વિટર પર લખ્યું કે, હું આજે મારા ક્રિકેટના તમામ ફોર્મેટ પરથી સંન્યાસની જાહેરાત કરું છું. આ સાથે મારું 18 વર્ષનું લાંબું કરિયર સમાપ્ત થઈ રહ્યું છે. હું અન્ય કેટલાક લોકોનો પણ આભાર માનવા માંગુ છુ. બીસીસીઆઈએ મારા પર ખુબ જ વિશ્વાસ રાખી 17 વર્ષના એક છોકરાને ભારતીય ક્રિકેટ ટીમ માટે રમવાની તક આપી.

પટેલે તેમના ટ્વિટર પર પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો પણ આભાર માન્યો છે. તેમની કેપ્ટનશીપમાં જ પાર્થિવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતુ.

આ પણ વાંચો :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.