- વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ
- સિરિઝને 2-2થી બરાબર કરવા ભારત માટે એક તક
- ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ભારતથી આગળ ચાલી રહી છે
આ પણ વાંચોઃ ત્રીજી મેચમાં ઝીરો પર આઉટ થયેલા રાહુલનો વિરાટે કર્યો બચાવ, રાહુલ ચેમ્પિયન ખેલાડી છેઃ વિરાટ
અમદાવાદઃ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુરુવારે ફરી એક વાર ભારત અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ટકરાશે. ભારતના કેપ્ટન વિરાટ કોહલી સહિતના ખેલાડીઓ મેચ જીતવા મેદાને ઉતરશે. જોકે, હાલમાં તો સિરિઝમાં 2-1ના સ્કોર સાથે ટીમ ઈંગ્લેન્ડ ભારતથી આગળ છે. જો ગુરુવારની મેચ ભારત જીતી જશે તો ભારતનો સિરિઝમાં 2-2 સ્કોર થઈ જશે. ભારત તરફથી ઓપનિંગ બેટ્સમેન લોકેશ કુમારનું ખરાબ પ્રદર્શન પણ ચિંતાનો વિષય છે.
આ પણ વાંચોઃ વિરાટે 77 રન બનાવ્યા છતાં ભારત ઈંગ્લેન્ડ સામે ન જીતી શક્યું
કેપ્ટન વિરાટ કોહલી અને બેટિંગ કોચે રાહુલને એક તક આપી
ઈંગ્લેન્ડના માર્ક વુડ જેવા ઝડપી બોલર માટે આ સિરિઝમાં ઉપયોગી સાબિત થયા છે. વુડ આ સિરિઝમાં 2 મેચમાં રમ્યો અને બંને મેચમાં ઈંગ્લેન્ડે જીત મેળવી હતી. વુડે પહેલી જ મેચમાં એક વિકેટ લીધી હતી. જ્યારે ત્રીજી વન ડેમાં 3 વિકેટ લીધી હતી. આ સાથે જ ભારતીય ટી માટે મુશ્કેલી પણ ઊભી કરી હતી. જોકે, ત્રણેય મેચમાં રાહુલના ખરાબ પ્રદર્શન હોવા છતાં કેપ્ટન વિરાટ કોહલી અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડે રાહુલને વધુ એક તક આપી છે.