ચૈન્નઇઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના પૂર્વ અધ્યક્ષ એન શ્રીનિવાસને મંગળવારે કહ્યું કે, બે વખતના વિશ્વકપ વિજેતા કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મેળવવા માટે કંઇ બચ્યું નથી. તેમના સંન્યાસથી એક યુગનો અંત આવ્યો છે. ધોની ક્રિકેટ જગતમાં એક માત્ર કૅપ્ટન છે, જેમણે આઇસીસીની બધી ટ્રોફિ જીતી છે. તેમણે શનિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું છે.
જો કે, ધોની ઇન્ડિયન પ્રીમિયર લીગમાં (આઇપીએલ) ચૈન્નઇ સુપર કિંગ્સનું નેતૃત્વ કરવાનું શરૂ રાખશે, જેણે તેમની કૅપ્ટનશીપમાં ત્રણ વાર આ ખિતાબ હાંસલ કર્યો છે. શ્રીનિવાસને કહ્યું કે, જ્યારે ધોનીએ કહ્યું કે, તે સંન્યાસ લઇ રહ્યાં છે, ત્યારે એક યુગનો અંત આવ્યો એવું લાગે છે. તેમની કૅપ્ટનશીપમાં ભારતે 2007માં ટી-20 વિશ્વ કપ જીત્યો, 2011માં વિશ્વ કપ મેળવ્યો. આ ઉપરાંત ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી એક ઉત્કૃષ્ટ કૅપ્ટન, એક શાનદાર વિકેટકીપર અને આક્રમક બૉલર રહ્યો છે.
તેમણે કહ્યું કે, ધોની એક એવા ખેલાડી જેણે પુરી ટીમને પ્રેરિત કર્યા છે. દરેક ખેલપ્રેમી જાણે છે કે, કોઇપણ સમયે તે સંન્યાસ લેવાની જાહેરાત કરશે. મને દુઃખ એ છે કે, તે ફરીથી ભારત માટે મેદાનમાં ઉતરશે નહીં, પરંતુ એ વાતની ખુશી છે કે, તે ચૈન્નઇ સુપર કિંગ્સ માટે રમવાનું શરૂ રાખશે.
શ્રીનિવાસને કહ્યું કે, હવે ધોની ક્રિકેટના મેદાનમાં જોવા મળશે. સીએકે હવે વૈશ્વિક બ્રાન્ડ છે. લોકો આ વાતને લઇને ખુશ થશે કે, તે તેમના કૌશલ્યને મેદાન પર જોઇ શકશે. શ્રીનિવાસનની પાસે 2008થી 2014 સુધી સીએસકેનું સ્વામિત્વ હતું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, ધોની ક્યાં સુધી રમશે તો તેમણે કહ્યું કે, હું ઇચ્છીશ કે તે હંમેશા રમતા રહે. વધુમાં જણાવીએ તો 39 વર્ષીય ધોનીએ શનિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. 2014માં ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લેનારા ધોનીએ ગત્ત વર્ષે જુલાઇમાં વિશ્વકપ સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ રમાયેલા મૅચ બાદથી એક પણ મૅચ રમ્યો નહોતો.
ધોનીએ 98 ટેસ્ટમાં 4876 રન બનાવવા ઉપરાંત 256 કૅચ કર્યા અને 38 સ્ટંપિંગ કરી છે. જ્યારે 350 વનડે આંતરરાષ્ટ્રીય મૅચમાં તેમણે 10,773 રન બનાવવા ઉપરાંત 321 કૅચ કરીને 123 સ્ટંપિંગ કરી હતી.