હૈદરાબાદ: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ફિલ્મી ભૂમિકા ભજવી હતી. સુશાંતની એક્ટિંગ જોઈ બધા લોકો સ્તબ્ધ થઈ ગયા હતાં. જો કે, 14 જૂને સુશાંતે મુંબઇમાં પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. સુશાંતના મોતના સમાચાર સાંભળી ભારતને બે વખત વિશ્વ ચેમ્પિયન બનાવનાર બેટ્સમેન MS ધોની પણ દુ:ખી છે.
ધોનીના મેનેજર અરૂણ પાંડેએ જણાવ્યું કે, સુશાંતના મોતથી ધોની પણ ખૂબ જ દુઃખી છે. જો કે, આ સમાચાર અંગે ધોની તરફથી કોઈ નિવેદન આવ્યું નથી, પરંતુ ધોનીના નજીકના મિત્ર અરૂણ પાંડેએ આ માહિતી આપી હતી. 38 વર્ષીય ધોનીના નજીકના મિત્ર અરુણ પાંડેએ એક ખાનગી ચેનલને કહ્યું કે, "માહી પણ ખૂબ જ દુઃખી છે. જે બન્યું એ અમે માની શકતા નથી. હું એ સ્થિતિમાં નથી કે, હું મારું દુ:ખ વ્યક્ત કરી શકું."
અરુણે કહ્યું કે, "મને હજી યાદ છે કે પ્રેક્ટિસ દરમિયાન સુશાંતને ઘણી સમસ્યાઓ થઈ હતી. જેની બે આંગળીઓ પણ તૂટી ગઈ હતી. પાછળની હાડકામાં પણ ક્રેક હતું, પરંતુ સુશાંતને ખૂબ જ વિશ્વાસ હતો. સખત મહેનત કરી સુશાંત એક જ અઠવાડિયામાં ફીટ થઈ ગયો હતો. એમાં કોઈ શંકા નથી કે, સુશાંત એક તેજસ્વી કારકિર્દીની રાહ જોઈ રહ્યો હતો. તે માત્ર 34 વર્ષનો હતો. દરેકની જિંદગી ઉતાર-ચડાવ આવે છે."
ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કરનાર અભિનેતા સુશાંતે રવિવારે દુનિયાને અલવિદા કહ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, સુશાંત છેલેલા 6 મહિનાથી ડિપ્રેશનની સારવાર હેઠળ હતો. વર્ષ 2016માં સુશાંતે એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જે ધોનીના જીવન પર આધારિત છે. આફિલ્મ માટે સુશાંતે પૂર્વ વિકેટકીપર કિરણ મોરે પાસેથી વિશેષ તાલીમ લીધી હતી.