મુંબઇઃ ભારતીય ક્રિકેટર રોહિત શર્માએ કહ્યું કે, હું હાલના સમયમાં ક્રિકેટ બોલને મારવા માટે મિસ કરી રહ્યો છું. હું રાહ જોઇ રહ્યો છુ કે ક્યારે લોકડાઉન પૂર્ણ થાય ને હુ બહાર નિકળીને ફરી ક્રિકેટ રમું.
રોહિતે કહ્યું કે, જો મારી પાસે ઘરની અંદર રમવાની મોટી જગ્યા હોત તો, પણ દૂર્ભાગ્ય પૂર્વક આવી જગ્યા મુંબઇની એક જગ્યા બહુ એકાંતમાં છે અને તમારે તમારા એપાર્ટમેન્ટમાં રહેવું પડશે. આપણે તે લોકોના જેમ ભાગ્યશાળી નથી જેની પાસે રમવા માટે પોતાની જગ્યા છે. હું જે પણ થોડું ઘણું કરી શકું છું, તેે કરવાની કોશિશ કરી રહ્યો છું. આશા છે કે, જલ્દી જીમ ચાલુ થાય તો હુ ત્યા જઇ શકુું.
રોહિતે વધુમાં ઉમેર્યું કે, હું બોલને હિટ કરવા માટે મિસ કરી રહ્યો છું, જેમ તમે જાણો છો કે બોલને દૂર સુધી મારવો મને ખુબ જ પસંદ છે, પણ અહિંયા મોટી જગ્યા નથી. હુ હવે બોલને હિટ કરવાની વધારે રાહ જોઇ શકતો નથી.