રાંચીઃ કોરોના વાઇરસના પગલે દેશભરમાં લોકડાઉનને કારણે ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે. આ સમયે દેશની અનેક હસ્તીઓ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે કનેક્ટ રહેતા હોય છે. ત્યારે માહીએ ઇંસ્ટાગ્રામ પર અપલોડ કરાયેલા એક વીડિયોમાં માહી તેની પુત્રી જીવા અને તેના પાલતુ કૂતરા સાથે રમતી જોવા મળી હતી. આ દરમિયાન માહીના લુકમાં બદલાવ જોવા મળા રહ્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ઇન્સ્ટાગ્રામ પર તેની પત્ની સાક્ષી સિંહ ધોનીએ મહેન્દ્ર સિંહ ધોની અને જીવા સાથેનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં માહી કાળા ટૂંકા વાળ અને સફેદ દાઢીમાં જોવા મળેે છે. આ વીડિયોમાં તે તેના ફાર્મ હાઉસમાં પુત્રી અને પાલતુ કૂતરા સાથે રમતો જોવા મળે છે.
નોંધપાત્ર વાત એ છે કે, આ દિવસોમાં મહેન્દ્ર સિંહ ધોની લોકડાઉનને કારણે તેમના ફાર્મહાઉસમાં બંધ છે અને ફાર્મ હાઉસની અંદરથી તેમની પત્ની સાક્ષી સિંહ ધોનીની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સુધી પહોંચી રહી છે. સિંહ ધોની તેની પુત્રી અને પાલતુ કૂતરા સાથે રમતા જોવા મળે છે.
નોંધપાત્ર વાત એ છે કે, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની વર્લ્ડ કપ 2019થી ક્રિકેટથી દૂર છે, તે IPLમાંથી પાછા ફરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતો, પરંતુ કોરોના વાઇરસના કારણેે હાલમાં IPL સસ્પેન્ડ કરવામાં આવી છે, જેમાં માહી તેના ઘરે પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે.