ETV Bharat / sports

#ICCWomensT20WorldCup: કુલદિપ, સુશીલ અને અમિતે ભારતીય ટીમને આપી શુભેચ્છા, જુઓ વીડિયો

author img

By

Published : Mar 8, 2020, 11:56 AM IST

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ICC મહિલા T-20 વિશ્વકપની ફાઈનલ મેચ રમાઈ રહી છે. આ મેચ પહેલા ભારતીય પુરુખ ખેલાડીઓએ કુલદીપ યાદવ, અમિત મિશ્રા અને કુસ્તીબાજ સુશીલ કુમારે શુભેચ્છા આપી છે. હરમનપ્રીમ કૌરની કેપ્ટનશીપમાં ભારત આજે પ્રથમ T-20 વિશ્વકપની ફાઈનલ રમશે.

kuldeep
ભારત

હૈદરાબાદ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે પ્રથમવાર T-20 વિશ્વકપ જીતવાની તક છે. 4 ટાઇમ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં ટકરાશે. ફાઇનલ મેચ પહેલા ભારતીય ખેલાડી કુલદીપ યાદવ, અમિત મિશ્રા અને કુસ્તીબાજ સુશીલ કુમારે શુભેચ્છા આપી છે.

ભારતીય ખેલાડી કુલદીપ યાદવે ETV ભારત સાથે વાતચીત કરતા કહ્યું કે, ભારતીય મહિલા ટીમ વિશ્વકપની ફાઈનલ માટે શુભેચ્છા. કુલદીપ યાદવે કહ્યું કે, જે લોકો ફાઈનલ જોવે તે લોકો ભારતીય ટીમને સપોર્ટ કરે. વિશ્વકપમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. વિશ્વકપમાં ભારતે બધી મેચ જીતી છે.

કુસ્તીબાજ સુશીલ કુમારે કહ્યું કે, મહિલા ટીમને શુભકામનાઓ આપવા માગુ છું. જેમને દેશનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર દેશ તમારી પર ગર્વ અનુભવી રહ્યો છે. મહિલા ટીમને ચેમ્પિયન બનાતા જોવા માગુ છું.

કુલદિપ, સુશીલ અને અમિતે ભારતીય ટીમને આપી શુભેચ્છા, જૂઓ વીડિયો

અમિત મિશ્રાએ કહ્યું કે, મારા પરિવાર અને સમગ્ર દેશ મહિલાઓને ફાઈનલ માટે ઓલ ધ બેસ્ટ કરી રહ્યો છે. અમે લોકો તમારી સાથે છીએ. ફાઇનલમાં પોતાનું શાનદારા પ્રદર્શન કરો. સમગ્ર ટીમને શુભકામનાઓ.

ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ICC મહિલા T-20 વિશ્વકપની ફાઈનલ મેચ રમાશે. ભારત પાસે આજે ઈતિહાસ રચવાની તક છે. મહિલા ટીમ આજની મેચ જીતશે તો, પ્રથમ વિશ્વકપ પોતાના નામે કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.