હૈદરાબાદ: ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મીથ ચાલુ વર્ષે ઓક્ટોબરમાં રમાઇ રહેલા T-20 વર્લ્ડકપને લઇને ઉત્સાહિત છે. 2015 પછી ICCની કોઇપણ ઇવેન્ટમાં સ્મીથનો આ પ્રથમ દેખાવ હશે. છેલ્લા કેટલાક વર્ષથી બેટિંગમાં ટોપ ઓર્ડરનું સ્થાન જાળવી રાખનાર બેટ્સમેન સ્મીથ આગામી T-20 વર્લ્ડકપની તૈયારીઓને લઇને બેટિંગમાં સુધાર લઇ આવવા માગે છે.
કહેવાય છે કે, કોઇ પણ વાતચીત સમયે સ્મીથ કોહલીની વાત વિના આગળ વધતો નથી. કોહલી વિશે વાતચીત કરતા જણાવ્યું કે, કોહલી ત્રણેય ફોર્મેટમાં અતૂલ્ય છે અને હું એનો પ્રશંસી છું. તે ક્રિકેટ ફોર્મેટના બેટિંગના તમામ રેકોર્ડ તોડી શકશે. સ્મીથે જણાવ્યું કે, વર્લ્ડકપમાં રમવાનું પસંદ છે. 2015માં પણ હું વર્લ્ડકપની ટીમનો હિસ્સો હતો. જે મારી ક્રિકેટ કારર્કિર્દીની સૌથી અદભૂત ક્ષણ હતી. જેને હું ખુબ જ યાદ કરૂ છું. આ તકે હું બીજા વર્લ્ડકપમાં પણ રમવા ઇચ્છીશ.