માનચેસ્ટરઃ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને કહ્યું કે, જો ડેનલી સાથે સારૂં વર્તન કરવામાં આવ્યું નથી અને આ ખેલાડીને વેસ્ટઈન્ડીઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ બાદ, જે પ્રકારે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો તે ખરેખર ઘણું દુખઃદ છે.
ઈંગ્લેન્ડ માટે 15 ટેસ્ટ રમનારા 34 વર્ષીય ડેનલીએ સાઉથમ્પટનમાં પ્રથમ ટેસ્ટમાં 18 અને 29 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેમને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, ટીમ પ્રશાસન દ્વારા તેમને 100 બોલ રમવા માટે કહેવામાં આવ્યું હતું.
પીટરસને લખ્યું કે, ડેનલી સાથે જે પ્રકારનો વ્યવહાર થયો, ખાસ કરીને ટીમ દ્વારા તેમને 100 બોલમાં રમવાનું કહેવામાં આવ્યું તે ખૂબ દુખઃદ છે.
ઈંગ્લેન્ડ માટે 47.28ની રન રેટથી 8,181 રન બનાવનારા પીટરસને કહ્યું કે, મેં ડેનલીને બિગ બૈશ(ઓસ્ટ્રેલિયાની T-20 લીગ) ટૂર્નામેન્ટમાં 2 સત્ર પહેલા જોયા હતા. તે મેદાનમાં આવતાની સાથે મોટા શોટ રમવા શરૂ કરી દેતા હતા. મારી ટીમ મેલબર્ન સ્ટાર્સના ખેલાડી તેમને આ પ્રકારે જોઈને આશ્ચર્યચકિત છે.

તેમણે કહ્યું કે, ઈંગ્લેન્ડ તરફથી પણ હું તેમની સાથે રમ્યો છું. તે આક્રમક બેટ્સમેન છે અને તેમની પાસે દરેક પ્રકારના શોટ છે.