લંડનઃ ઇગ્લેન્ડના વિકેટ કિપર બેટ્સમેન અને IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા જોસ બટલરને આશા છે કે, આ વર્ષે રમાનાર IPLનું ફાર્મેટ નાનું હોય શકે છે અને તે રમવામાં ઈચ્છે છે. જોસ બટલરે કહ્યું હતું કે, IPLની 13મી સિઝનની શરુઆત 29 માર્ચથી થવાની હતી. જે કોરોના વાઈરસનાં સંક્રમણને પગલે 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે. સમગ્ર ભારતમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોના વાઇરસના કારણે IPL પર સંકટના વાદળો મંડળાઇ રહ્યાં છે.
જોસ બટલરે જાણાવ્યું હતું કે, આ સમયે કોઈ IPL વિશે કોઈ જાણકારી નથી. અમે શરૂઆતમાં જાણાવ્યું કે, IPLને મુલતવી રાખવામાં આવી છે. હું આ પરિસ્થિતીમાં IPLના આયોજનને નથી જોતો. IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા જોસ બટલરે કહ્યું કે, દેખીતી રીતે, IPL એક ખૂબ મોટી ટુર્નામેન્ટ છે, તેથી તેનું આયોજન કદાચ નાના ફોર્મેટમાં થઈ શકે છે.