ઇંગ્લેન્ડના સૌથી ફાસ્ટ બૉલર જોફ્રા આર્ચરે બાંગ્લાદેશની વિરૂદ્ધ 153 કિમી પ્રતિ કલાકની સ્પીડથી બૉલ થ્રો કરીને વિશ્વની સૌથી ફાસ્ટ બૉલિંગનો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો.
બાંગ્લાદેશ વિરૂદ્ધ તેમણે 5મીઓવરમાં 153 કિમી પ્રતિકલાકની સ્પીડથી બૉલ થ્રો કર્યો હતો જે અત્યાર સુધીની સૌથી ફાસ્ટ બૉલિંગનો રેકોર્ડ તો કાયમ કર્યો પણ આ સાથે જ કુલ 8 ઓવરમાં 3 વિકેટ હાંસલ કરીને 30 રન આપ્યા હતા.
જોફ્રા આર્ચર પહેલા વિશ્વ કપમાં સૌથી ઝડપી બૉલ ફેંકવાનો રેકોર્ડ ઑસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્કના નામે હતો. જેમાં મિશેલે 152ની ઝડપથી બૉલ થ્રો કર્યો હતો. તેમના પછી ઇંગ્લેન્ડના માર્ક વુડનો નંબર આવે છે. જેણે 150ની ઝડપથી બૉલ થ્રો કર્યો હતો. તો ચોથા સ્થાન પર પાકિસ્તાનના વાહબ રિયાઝના નામે હતો. જેઓ 149 કિમી પ્રતિ કલાકની ઝડપથી બૉલ થ્રો કરી ચૂક્યા છે.
જો 5માં ક્રમની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડના લૉકી ફર્ગ્યુસન જેમણે 148ની સ્પીડથી બોલ થ્રો કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડની ટીમની જાહેરાત થઇ હતી ત્યારે જોફ્રા આર્ચરનું નામ એ લિસ્ટમાં સામેલ ન હોતું. પછીથી તેને બેકઅપ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. જો કે હવે તેણે અદ્દભુત પ્રદર્શન કરીને વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે નોંધાવી દીધો છે.