નવી દિલ્હીઃ આ વર્ષે ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી અર્જુન અવોર્ડ માટે ભારતના બોલર જસપ્રીત બુમરાહનું નામ નોમિનેટ થઈ શકે છે. ગત વર્ષે વરિષ્ઠતાને લીધે બુમરાહ રવિન્દ્ર જાડેજાથી પાછળ રહી ગયા હતાં.
BCCIના અધિકારીઓ આ મહિનાના અંતમાં પુરૂષ અને મહિલા વર્ગ માટે અર્જુન અવોર્ડ માટે નામ મોકલી શકે છે. પરંતુ છેલ્લા ચાર વર્ષમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે આ ગુજરાતનો ઝડપી બોલર સૌથી સક્ષમ ઉમેદવાર છે.
જો BCCI પુરૂષ વર્ગમાં ઘણા નામો મોકલે છે, તો તેમાં વરિષ્ઠ ઓપનર શિખર ધવનને પણ પસંદ કરવામાં આવી શકે. કારણ કે, 2018માં બોર્ડે તેમનું નામાંકન મોકલ્યું હતું પરંતુ તેમનું નામ પુરસ્કાર માટે નહોતુ.
મળતી માહિતી મુજબ બીસીસીઆઈએ ગત વર્ષે બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીના નામ મોકલ્યાં છે.
આ વર્ષે બની શકે કે, BCCI મોહમ્મદ શમીનું નામ ન લે, કારણ કે તેમની પત્નીએ કથિત રીતે ઘરેલું હિંસા મામલે તેમના વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જેથી તે યોગ્ય ન હોય શકે. જયાં સુધી ધવનની વાત છે તેનું નામ સિનિયોરિટીને કારણે તેમનું નામ જઈ શકે છે.
મહિલા વર્ગમાં છેલ્લા ચાર વર્ષથી સતત સારા પ્રદર્શનને કારણે ફાસ્ટ બોલર શિખા પાંડેની સાથે ઓલરાઉન્ડર દીપ્તિ શર્માના નામ મોકલવામાં આવી રહ્યાં છે.