કોલકાતા શહેર આ હરાજી માટે યજમાન બનવાની તૈયારીમાં છે. નામો શોર્ટ લિસ્ટ થઈ ચૂક્યા છે. જેમાં 332 ખેલાડીઓની પસંદગી પણ થઈ ગઈ છે તે આ પ્રક્રિયાનો હિસ્સો બનવા તૈયાર છે.
આ વખતે IPLમાં જો કોઈ આકર્ષણનું કેન્દ્ર બન્યો હોય તો તે છે, 14 વર્ષનો નૂર અહમદ....જે આગામી વર્ષ જાન્યુઆરીમાં 15 વર્ષનો થઈ જશે. નૂર અહમદ અફઘાની ક્રિકેટર છે.

નૂર અહમદે અન્ડર-19 એશિયા કપ અને ભારત વિરુદ્ધ અન્ડર-19 સીરિઝમાં સારૂ પ્રદર્શન કર્યું હતુ. ગયા વર્ષે પૂર્વ કેપ્ટન અને રાષ્ટ્રીય પસંદગીકાર રઈસ અહમદઝાઇ દ્વારા તેમની પ્રતિભાને ઓળખવામાં આવી હતી.
અફઘાનિસ્તાનની ટીમના પસંદગીકાર અહમદઝાઇએ કહ્યું કે, 'IPL હરાજીથી ઘણો આત્મવિશ્વાસ આવે છે અને તેનાથી અમારી ટીમને વર્લ્ડ કપમાં ઘણો ફાયદો થશે.'