ETV Bharat / sports

કોરોના ઇફેક્ટઃ ભારત-સાઉથ આફ્રિકા મેચ અંગે BCCIનો નિર્ણય, ખાલી સ્ટેડિયમમાં મેચ - ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વન-ડે મૅચ

કોરોના વાયરસની અસર ભારતીય ક્રિકેટ પર પણ જોવા મળ્યો છે. આવામાં BCCIએ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની 15 અને 18 માર્ચે રમાનારી સીરિઝની બીજી અને ત્રીજી વન-ડે મેચનું આયોજન ખાલી સ્ટેડિયમમાં કરવાની જાહેરાત કરી છે.

cricket match
cricket match
author img

By

Published : Mar 13, 2020, 1:34 PM IST

લખનઉઃ વિશ્વભરમાં વકરી રહેલા કોરોના વાયરસને ડામવા માટે કેન્દ્ર સરકાર સતર્ક થઈ છે. તંત્ર દ્વારા વિદેશથી આવતા લોકો પર રોક લગાવી છે. 13 માર્ચથી 15 એપ્રિલ સુધી બધા વિઝા રદ્દ કરવામાં આવ્યાં છે. આ સાથે જ અનેક કાર્યક્રમ રદ કરવામાં આવ્યાં છે. જે અંતર્ગત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચને ખાલી સ્ટેડિયમમાં રમાડવાનો નિર્ણય લેવાયો છે.

ભારત અને સાઉથ આફ્રિકા મેચ અંગે BCCIનો નિર્ણય, ખાલી  સ્ટૅડિયમમાં મેચ

લખનઉ કમિશનર મુકેશ મેશ્રામે જણાવ્યું હતું કે,"મેચ થશે પરંતુ દર્શકો નહીં આવે. જે અંગે WHO દ્વારા તમામ વિભાગોને જાણ કરવામાં આવી છે." આ ઉપરાંત રમત-ગમત મંત્રાલયે જીવંત રમત-ગમતના કાર્યક્રમોને રદ કરવા જણાવ્યું છે. આ સાથે જ લખનઉના ઉકના સ્ટેડિયમ ખાતે યોજાનારી મેચ દર્શકો વિના યોજવા અંગે પણ કહ્યું હતું.

નોંધનીય છે કે, આરોગ્ય વિભાગે પહેલા જ મેચ મૂલતવી રાખવાનું સૂચન કર્યુ હતું. હવે રમત મંત્રાલયે પણ સૂચન કરતાં લખનઉ કમિશ્નર મુકેશ મેશ્રામે આ સલાહને BCCIને મોકલી આપી હતી. જેના પગલે રાજધાની લખનઉમાં મેચ પ્રેક્ષકો વિના રમાવવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. આ મેચ લખનઉમાં રમાશે. રમત મંત્રાલય દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સંબંધિત તમામ માહિતી BCCIના પ્રમુખ સચિવને આપવામાં આવી છે.

સાઉથ આફ્રિકાની ત્રણ વન-ડે સીરિઝની બાકી રેહલી બંને મેચ અંગે BCCIએ જણાવ્યું હતું કે, સરકારે રમતની ઈવેન્ટ્સને લઈને એડવાઈઝરી જાહેર કરી છે. જેના અનુસાર મેચનું આયોજન કરવામાં આવશે. આ બંને મેચમાં સરકારી એડવાઈઝરીને ધ્યાનમાં રખાઈ છે. જેથી હવે બીજી વન-ડે જે લખનઉમાં અને ત્રીજી મેચ કોલકાતામાં ખાલી સ્ટેડિયમમાં મેચ રમાશે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે વિદેશી આવતા લોકો પર રોક લગાવી છે. 13 માર્ચથી 15 એપ્રિલ સુધી બધા વિઝા રદ્દ કરવામાં આવ્યા છે. માત્ર ડિપ્લોમેટિક અને એમ્પ્લોયમેન્ટ વિઝાને જ મંજૂરી આપવામાં આવશે. ખેલાડીઓને બિઝનેસ વિઝા મળે છે. તેવામાં તેમને દેશમાં આવવાની અનુમતિ નહીં મળે. IPLની 8 ટીમોમાં કુલ 65 વિદેશી ખેલાડીઓ છે. તેમાંથી કોઈપણ 15 એપ્રિલ સુધી ભારત આવી શકશે નહીં. 14 માર્ચે IPL ગવર્નિંગ બોડીની મીટિંગ છે, તેમાં લીગ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.