- શ્રેયસ ઐયર 2021ની IPLમાં નહીં રમી શકે
- ક્રિકેટરને વનડેમાં ખંભા પર થઇ હતી ઇજા
- ડૉક્ટરે સર્જરી કરાવવાની આપી સલાહ
હૈદરાબાદ: ભારતના મિડલ ઓર્ડર બેટ્સમેન અને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરને પોતાના ડાબા ખંભાની સર્જરી કરાવવી પડે તેવી શક્યતા છે. જેના કારણે તેઓ આગામી IPLની સિઝનમાં ભાગ ન લઇ શકે તેવી શક્યતાઓ દેખાઇ રહી છે.
મેચ દરમ્યાન થઇ હતી ખંભા પર ઇજા
મહારાષ્ટ્રમાં ઇંગ્લેન્ડ સામેની પહેલી વનડે મેચ દરમ્યાન બોલ રોકવા જતા શ્રેયસ ઐયરને ડાબા ખંભા પર ઇજા થઇ હતી. સુત્રો દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું હતું કે શ્રેયસ જ્યારે મેદાન પર હતા ત્યારે જ તેઓ અસ્વસ્થ હોવાનું જણાઇ આવતું હતું. તેમની ઇજા અંગે સર્જરી કરવવાનું જણાવવામાં આવ્યું છે. જો કે સર્જરી કરાવવી કે નહીં તેનો અંતિમ નિર્ણય ક્રિકેટર નક્કી કરશે.
વધુ વાંચો: CSKએ લોન્ચ કરી નવી જર્સી, સેનાના સન્માનમાં જર્સીમાં લગાવ્યું કેમોક્લોઝ
સુત્રો દ્વારા એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પ્રાથમિક દ્રષ્ટ્રીએ સર્જરી સિવાયના ઓપ્શન્સ જોવામાં આવી રહ્યાં છે. જાણકારો પાસેથી આ અંગે વધુ સલાહ લેવામાં આવી રહી છે. જો સર્જરી થશે કે જેની શક્યતા વધારે છે તો શ્રેયસ આગામી આઇપીએલ એટલે કે 2021ની આઇપીએલ નહીં રમી શકે. મહત્વનું છે કે મેચ દરમ્યાન બોલ રોકવા જતા શ્રેયસે ડાઇવ મારી હતી જેમાં તેમનો ડાબો ખંભામાં ઇજા થઇ હતી. તેમની આ ઇજા ખૂબ ગંભીર હોવાથી શુભમન ગીલને તેમની જગ્યાએ મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો.
વધુ વાંચો: IPL-2021: MI અને RCB વચ્ચે 9 એપ્રિલે પ્રથમ મેચ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ફાઇનલ
શ્રેયસ ઉપરાંત પ્રથમ વનડેમાં રોહિતની જમણી કોણી પર પણ બોલ વાગ્યો હતો. જો કે તેમને તે વખતે ઇજાને અવગણી હતી. બાદમાં દુખાવો વધારે થતા તેઓ મેદાનમાં જ આવ્યા ન હતાં. ઇંગ્લેન્ડની ટીમમાં પણ આ પ્રકારની ઇજાની ઘટના જોવા મળી હતી. ઇયોન મોર્ગન જમણા હાથના અંગૂઠા અને આંગળીમાં ઇજા થઇ હતી. જ્યારે સેમ બિલિંગ્સને ફિલ્ડીંગ કરતી વખતે હાંસળીમાં ઇજા થઇ હતી.