338 રનનો પીછો કરતી ભારતીય ટીમ 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 306 રન જ કરી શકી હતી, ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 7 વિકેટ ગુમાવીને 337 રન કર્યા તો મોહમ્મદ શમીએ 5 વિકેટ ઝડપી હતી. ભારતે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 306 રન કરી શકી હતી. ઇંગ્લેન્ડ વર્લ્ડકપમાં 27 વર્ષ બાદ ભારત સામે જીત્યું છે.
વર્લ્ડકપના પોઇન્ટ ટેબલ પર ભારતની હારની સીધી અસર પાકિસ્તાન પર થઇ છે. ભારતની આ હાર સાથે પોઇન્ટ ટેબલમાં ઉથલ-પાથલ મચી જવા પામી છે. મેચની શરૂઆતથી ઈગ્લેન્ડને મજબુત સ્થિતિમાં હતું પણ ભારતે તેને એક મોટા સ્કોર સુધી પહોંચતા રોકવામાં સફળતા મેળવીને ભારતે ઈગ્લેન્ડને 337ના સ્કોર સુધી સિમિત રાખ્યું હતું, ભારતને જીત માટે 338 રનની જરૂર છે. જો કે ઈંગ્લેડ તરફથી સારો સ્કોર કરવામાં આવ્યો હતો. ભારતે સમયાંતરે વિકેટ ખેરવી હતી અને તેના લીધે ઈગ્લેન્ડને મોટા સ્કોર પર પહોંચવાથી રોક્યું હતું.
![વિરાટ કોહલી 66 રન બનાવી આઉટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3707831_518_3707831_1561909737639.png)
![ઈંગ્લેન્ડએ ભારતને આપ્યો 338 રનનો લક્ષ્યાંક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3703205_246_3703205_1561901293183.png)
ICC વર્લ્ડ કપ 2019ની 38મી મેચ આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે. ભારત સેમીફાઈનલમાં સ્થાન મેળવવા માત્ર એક અંક દૂર છે. આ મેચ ઈંગ્લેન્ડ ટીમ માટે કરો યા મરોનો મુકાબલો રહેશે. ઈંગ્લેન્ડ ટીમને અંતિમ 4માં સ્થાન મેળવવા માટે જીત મેળવવી જરુરી છે. સાથે ભારતીય ટીમ કેસરી ટીમમાં જોવા મળશે.ભારતીય ટીમ નવી જર્સી સાથે તેમનું શાનદાર પ્રદર્શન જાળવી રાખશે. બંને ટીમની જર્સી બ્લુ હોવાથી જર્સી બદલવામાં આવી છે.
![ભારતીય ક્રિકેટ ટીમ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3703839_ghsh.jpg)
ઈંગ્લેન્ડ ટીમને શ્રીલંકા અને પાકિસ્તાન સામે હાર મળી છે. આજની મેચ ભારત સામે જીતી ઈંગ્લેન્ડને અંતિમ 4માં સ્થાન મેળવવાનું રહેશે. ઈંગ્લેન્ડની ટીમમાં મજબુત બેટ્સમેન છે. પરંતુ તે ભારતીય બોલરો સામે ટકી શકે કે નહિ તે જોવાનું રહેશે.
![વર્લ્ડ કપમાં ભારતને 31 રને કારમી હાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3703205_995_3703205_1561916883166.png)
છેલ્લા બે મેચમાં નિષ્ફળ રહેલા રોહિત શર્મા ફરી સારો સ્કોર કરશે તેવુ ક્રિકેટ રસીકો માની રહ્યા છે. તો બીજી તરફ ટીમમાં ચોથા અને પાંચમાં ક્રમના બેટ્સમેન માટે વિજય શંકર અને કેદાર જાદવ વચ્ચે હાલ સ્પર્ધા જોવા મળી રહી છે. વિજયશંકર કરતા કેદાર જાધવનું પ્રદર્શન સારૂ હોવાને કારણે તેમને રમવાની તક મળેશે. મહંમદ શમ્મી, જસપ્રીત બુમરાહ, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ સતત સારૂ પ્રદર્શન કરી રહ્યા છે.
![ઈંગ્લેન્ડએ ભારતને આપ્યો 338 રનનો લક્ષ્યાંક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3707366_shami.jpg)
આજની મેચમાં ઇંગ્લેન્ડના આધારસ્તંભ કહી શકાય તેવા બેસ્ટમેન જેસન રોય ભારત સામે સતત સફળ રહેલા છે. જે આજની મેચમાં પરત ફરે તેવી શક્યતા રહેલી છે. જેસન રોયની સાથે મોર્ગન અને રૂટ સહિતના બેસ્ટમેનો ભારતીય બોલર માટે ચિંતાનો વિષય બની શકે છે. નવી જર્સી રાજકારણનો મુદો બન્યો હતો. ICCએ ટ્વિટર પર જર્સીનો ફર્સ્ટ લુક રજૂ કર્યો હતો. જેમાં હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની નવી જર્સીમાં જોવા મળ્યા હતા.
![ક્રિકેટ વર્લ્ડ કપ ટ્વિટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3703839_klkdkd.jpg)