વિન્ડીઝ તરફથી એસ બ્રુક્સે પોતાની મેડન ફિફટી ફટકારતા 50 રન બનાવ્યા હતા. વિન્ડીઝ માટે તે આ સીરિઝની એકમાત્ર ફિફટી હતી. રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીએ બીજા ઈનિંગમાં 3-3 વિકેટ ઝડપી હતી. ભારત સતત 2 ટેસ્ટ જીતીને 120 પોઈન્ટ્સ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પ્રથમ સ્થાને છે.
-
Virat Kohli now has more Test wins (28) than any other Indian captain 🏆#WIvIND pic.twitter.com/AQKUD1c9HT
— ICC (@ICC) September 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Virat Kohli now has more Test wins (28) than any other Indian captain 🏆#WIvIND pic.twitter.com/AQKUD1c9HT
— ICC (@ICC) September 2, 2019Virat Kohli now has more Test wins (28) than any other Indian captain 🏆#WIvIND pic.twitter.com/AQKUD1c9HT
— ICC (@ICC) September 2, 2019
ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે તરખાટ મચાવતા વિન્ડીઝની પ્રથમ ઈનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. વિન્ડીઝ પ્રથમ ઈનિંગમાં 117 રને ઓલઆઉટ થઈ હતી. આ ઈનિંગમાં બુમરાહે હેટ્રિક લીધી હતી. ભારતે પ્રથમ ઈનિંગમાં વિન્ડીઝને 117 રને ઓલઆઉટ કર્યા બાદ પણ ફોલઓન ન આપવાનો નિર્ણય કર્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા હનુમા વિહારીએ અણનમ 111 રન, કેપ્ટન વિરાટ કોહલીના 76 રનની મદદથી ભારતે 417 રન બનાવ્યા હતા. ભારતે પ્રથમ ઇનિંગની 299 રનની લીડ મળી હતી.
-
India wrap up victory by 257 runs!
— ICC (@ICC) September 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
They claim a series whitewash and another 60 World Test Championship points from the encounter.#WIvIND pic.twitter.com/jSB7cYsXc7
">India wrap up victory by 257 runs!
— ICC (@ICC) September 2, 2019
They claim a series whitewash and another 60 World Test Championship points from the encounter.#WIvIND pic.twitter.com/jSB7cYsXc7India wrap up victory by 257 runs!
— ICC (@ICC) September 2, 2019
They claim a series whitewash and another 60 World Test Championship points from the encounter.#WIvIND pic.twitter.com/jSB7cYsXc7
ભારતની બીજી ઈનિંગમાં ટોપ ઓર્ડર ફેલ રહ્યું હતું. મંયક અગ્રવાલ 4 રને આઉટ થયો હતો. એક સમયે ભારતે 57 રને 4 વિકેટ ગુમાવી હતી. જે બાદ રહાણે અને વિહારીએ બાજી સંભાળી હતીં. બીજી ઈનિંગમાં રાહણે 64 અને વિહારી 53 રને અણનમ રહ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, ભારતે વિન્ડીઝને T-20 સીરિઝમાં 3-0 અને વનડે સીરિઝમાં 2-0થી વ્હાઇટવોશ કર્યો હતો. વિરાટ કોહલી ભારતીય ટીમમો સૌથી સફળ કેપ્ટન બન્યો છે. કોહલીની કેપ્ટનશીપમાં ભારતે 48 ટેસ્ટમાં 28માં જીત મેળવી છે અને 10 ટેસ્ટમાં હાર થછ છે. 10 ટેસ્ટ ડ્રો રહ્યાં છે.