ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વેસ્ટઈન્ડીઝ મહિલા ક્રિકેટ ટીમને પાંચ મૅચની ટી-20 સિરીઝમાંથી બીજી મૅચમાં 10 વિકેટે વેસ્ટઈન્ડીઝને કારમી હાર આપી 2-0થી અજેય લીડ મેળવી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પહેલી મૅચમાં 84 રને પરાજય આપ્યો હતો.
પ્રથમ બૅટિંગ કરવા ઉતરેલી વેસ્ટઈન્ડીઝ મહિલા ક્રિકેટ ટીમે ખરાબ પ્રદર્શનથી શરૂઆત કરી હતી. માત્ર 15 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. હૈલે મૈથ્યૂઝે 35 બોલમાં 23 રન બનાવ્યા હતા. ચેડિયન નેશને 36 બોલમાં 32 રન બનાવ્યા હતા. નતાશા મૈક્લીને 17 રન બનાવ્યા હતા. ભારત તરફથી દિપ્તી શર્માએ 4 વિકેટ લીધી હતી અને તે પ્લેયર ઑફ ધ મેચ બની હતી.
વેસ્ટઈન્ડીઝે આપેલા 104 રનના ટારગેટને ચેઝ કરવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમની ઓપનર જોડી શેફાલી અને સ્મૃતિ મંધાનાએ વિકેટ ગુમાવ્યા વગર 10.3 ઓવરમાં ટારગેટ ચેઝ કર્યો હતો. શેફાલીએ 35 બોલમાં 69 રન બનાવ્યા હતા જેમાં 2 છક્કા અને 10 ચોગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે સ્મૃતિ મંધાનાએ 28 બોલમાં 30 રન બનાવ્યા હતા.
ભારત અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે ત્રીજી ટી20 મેચ ગુરૂવારે પ્રોવિડેન્સ સ્ટેડિયમમાં રમાવાની છે.