નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ઈયાન ચૈપલનું માનવું છે કે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જો ભારતને ટેસ્ટ સિરિઝમાં સારૂ પ્રદર્શન કરવું હોય, તો મેજબાન ટીમના બન્ને બેટ્સમેન સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરને જલ્દી આઉટ કરવા પડશે.
ભારતને આ વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાનો છે. ભારતીય ટીમ ગત વખતે ઓસ્ટ્રેલિયા પ્રવાસે હતી, ત્યારે તેમણે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં 2-1થી ટેસ્ટ સિરિઝ જીતી હતી.
ચૈપલે એક શોમાં કહ્યું કે, હું આ (ભારત- ઓસ્ટ્રેલિયા) સીરીઝને લઇને ખૂબ ઉત્સાહિત છું. આ સિરિઝ ઘણી રોમાંચક હશે. હું આ શ્રેણીની રાહ જોઈ રહ્યો છું. ભારતે ગત પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું અને આનાથી ભારતીય ટીમનો આત્મવિશ્વાસ વધ્યો હશે.
જો કે, ચેનલે આ વખતે મેજબાન ટીમ પાસે સ્મિથ અને વોર્નર હોવાના કારણે ભારતીય ટીમને ચેતવણી આપી છે અને કહ્યું કે, મહેમાન ટીમને આ બન્નેથી સાવધાન રહેવું પડશે.
પૂર્વ કેપ્ટને કહ્યું, ગત વખતે પણ ભારતની બેટીંગ ખૂબ સારી નહોતી. જો ભારતીય ટીમ સ્મિથ અને વોર્નરને રસ્તામાં આઉટ કરવામાં સફળ રહેશે તો ભારત જીતશે, પરંતુ જો તે, સ્મિથ અને વોર્નરને જલ્દી આઉટ નહીં કરી શકે, તો ઓસ્ટ્રેલિયાની ટીમ જીતી શકે છે.