ETV Bharat / sports

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમની થઈ જાહેરાત, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ - cricketnews

ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસના કાર્યક્રમની જાહેરાત થઈ ગઈ છે. પ્રથમ મેચ 27 નવેમ્બરના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. 19 જાન્યુઆરીના રોજ કાર્યક્રમ પૂર્ણ થશે.ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડી આઈપીએલ પૂરી થયા બાદ સંયુક્ત અરબ અમીરાત (યૂએઈ)થી સીધા બ્રિસબેન માટે રવાના થશે.

India tour of australia fixtures
India tour of australia fixtures
author img

By

Published : Oct 28, 2020, 10:27 AM IST

હૈદરાબાદ: ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારતીય ક્રિકેટ ટીમના ઓસ્ટ્રેલિયાના પ્રવાસના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતીય ટીમ વિરાટ કોહલીની આગેવાનીમાં ત્રણ વનડે, ત્રણ T-20 અને 4 ટેસ્ટ મેચની સીરિઝ રમશે.

ભારતીય ક્રિકેટ ટીમને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ- 13 ) સીઝનની સમાપ્તી બાદ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જવા રવાના થવાનું છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતીય ટીમ સૌથી પહેલા ત્રણ વનડે મેચ રમતી નજરે આવશે. સીરિઝની પ્રથમ મેચ 27 નવેમ્બરના સિડનીના સિડની ક્રિકેટ ગ્રાઉડ પર રમાશે. સીરિઝની મેચ મુકાબલો 29 નવેમ્બરના સિડનીમાં રમાશે. જ્યારે અંતિમ એકદિવસીય મુકાબલો 2 ડિસેમ્બરના મનુકા ઓવલમાં આયોજિત થશે.

વનડે સીરિઝ પૂર્ણ થયા બાદ બંન્ને ટીમો વચ્ચે ત્રણ T-20 મેચની સીરિઝ રમાશે. જ્યારે પ્રથમ મુકાબલો 4 ડિસેમ્બરના મનુકા ઓવલમાં, બીજો મેચ 6 ડિસેમ્બરના સિડની અને અંતિમ T-20 8 ડિસેમ્બરના સિડનીમાં રમાશે.

લિમિટેડ ઓવરની સીરિઝ બાદ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 4 ટેસ્ટ મેચની સિરીઝ રમતી જોવા મળશે. બંન્ને ટીમો વચ્ચે પ્રથમ મુકાબલો 17 થી 21 ડિસેમ્બર વચ્ચે એડિલેડ ઓવલમાં રમાશે. (આ ટેસ્ટ મેચ ડે નાઈટ હશે ) બીજી મેચ 26 થી 30 ડિસેમ્બર વચ્ચે મેલબર્નમાં રમાશે. ત્રીજી ટેસ્ટ 7 થી 11 જાન્યુઆરી વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે અંતિમ ટેસ્ટ મેચ 15 થી 19 જાન્યુઆરી વચ્ચે બ્રિસ્બેનમાં રમાશે.

આ સાથે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા એ અને ઈન્ડિયા વચ્ચે રમાનારી 2 ટેસ્ટ મેચમો કાર્યક્રમની જાહેરાત કરી છે. બંન્ને ટીમ વચ્ચે પ્રથમ મુકાબલો 6 થી 8 ડિસેમ્બર વચ્ચે ઓવલમાં આયોજીત થશે. જ્યારે અંતિમ મેચ 11 થી 13 ડિસેમ્બરના એસસીજી (સિડની)માં રમાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.