3 ઓક્ટોબરે સુરત ખાતે ભારત અને દ.આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે મેચ યોજાઈ હતી. ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકાને 5મી સીરિઝ આંતરરાષ્ટ્રીય મેચમાં 5 વિકેટે હરાવ્યુ હતું. આ જીત સાથે ભારત 6 મેચની સીરિઝમાં 3-0થી આગળ છે. 2 મેચ વરસાદના કારણે રદ થતાં સીરિઝમાં એક મેચ વધારી 5 ને બદલે 6 મેચની કરાઈ છે.
ભારતે સીરિઝ જીતવા માટે વધુ એક મેચમાં જીત મેળવવી પડશે. આ પહેલા ટૉસ હારી બૉલિંગ કરનાર દક્ષિણ આફ્રિકાની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 98 રન ફટકાર્યા હતા.ઓફ સ્પિનર દીપ્તિ શર્માએ 2, સ્પિનર રાધા યાદવે 3 વિકેટ ઝડપી હતી.
ભારતીય ક્રિકેટ ટીમે 17.1 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કર્યો હતો. કેપ્ટન હરમનપ્રીત કૌરે 32 બોલ 34 રન કર્યા હતા. આ સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સીરિઝમાં જીત મેળવી હતી.