- ભારત ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરી હતી
- ભારતે છ વિકેટ ગુમાવીને 336 રન બનાવ્યા હતા
- ઇંગ્લેન્ડના રોય અને બેઅર્સો વચ્ચે મજબૂત ભાગીદારી
પુણે: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી વનડે સિરીઝની બીજી મેચમાં ભારતીય ટીમને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરી હતી અને છ વિકેટ ગુમાવીને 336 રન બનાવ્યા હતા. આ સાથે, ભારત તરફથી કેએલ રાહુલે સદી ફટકારી હતી. તેમના સિવાય કેપ્ટન વિરાટ કોહલીએ 66 રન અને ઋષભ પંતે 77 રનની જબરદસ્ત ઇનિંગ્સ રમી હતી. એમ છતાં, ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો: IND vs ENG: ઇંગ્લેન્ડે ટોસ જીતી બોલિંગનો લીધો નિર્ણય
337 રનના લક્ષ્યાંકને પાર કર્યો
ઇંગ્લેન્ડે 337 રનના લક્ષ્યાંકને પાર કર્યો હતો. ઇંગ્લેન્ડના બેટ્સમેન જેસન રોય (55) અને જોની બેઅર્સો (124) વચ્ચેની મજબૂત ભાગીદારીને કારણે ટીમને સારી શરૂઆત મળી. ભારતની બોલિંગ વિશે વાત કરીએ તો, પ્રસિદ્ધ કૃષ્ણાએ બે વિકેટ લીધી હતી. તેમજ, ભુવનેશ્વર કુમારે પણ વિકેટ લીધી હતી. આ સાથે, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ અને કૃણાલ પંડ્યાને એક પણ વિકેટ મળી ન હતી.
આ પણ વાંચો: IND vs ENG: પ્રસિદ્ધ કૃષ્ણા અને સૂર્યકુમારને મળી ભારતીય વન-ડે ટીમમાં તક