દુબઈ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) બોર્ડની એક મહત્વની બેઠક સોમવારે ઓનલાઈન યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ચાલુ વર્ષે થનારા T-20 વર્લ્ડ કપના ભવિષ્યને લઇને નિર્ણાયક ચર્ચા થશે. ભારતીય ક્રિકેટ બોર્ડ(BCCI)ને આશે છે કે, T-20 વર્લ્ડ કપ સ્થગિત કરવામાં આવે. જેથી ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL-2020)નું આયોજન થઇ શકે. T-20 વર્લ્ડ કપનું આયોજન ઓસ્ટ્રેલિયામાં 18 ઓક્ટોમ્બરથી 15 નવેમ્બર સુધી થવાનું છે, પરંતુ દેશના ક્રિકેટ બોર્ડે વિક્ટોરિયા રાજ્યમાં કોરોના વાઇરસના વધતા કેસને ધ્યાનમાં રાખીને મે મહિનામાં થનારા ટૂર્નામેન્ટની મેજબાની કરવાની અસમર્થતા જાહેર કરી છે.
ભારતમાં પણ કોરોના વાઇરસના કેસમાં વધારો થઇ રહ્યો છે અને આની સંખ્યા 10 લાખને પાર પહોંચી છે, જ્યારે મૃતકોની સંખ્યા પણ 26 હજારથી વધુ છે અને આવામાં IPLનું આયોજન થશે, તો કેન્દ્ર સકારની પરવાનગી મેળવીને આનું આયોજન UAEમાં થઇ શકે છે.
BCCIના ટોચના પરિષદના એક સભ્યએ જણાવ્યું કે, પ્રથમ પગલું એશિયા કપને સ્થગિત કરવાનું હતું, જે થઇ ગયું છે. IPL ટૂર્નામેન્ટને સ્થગિત કરવાની જાહેરાત બાદ જ અમે અમારી યોજનામાં આગળ વધી શકીશું. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે, તે ટૂર્નામેન્ટની મેજબાની કરવા માટે ઉત્સુક નથી, પરંતુ આમ છતાં તે નિર્ણય નથી લઇ શકતું.
આ વર્ષનો T-20 વર્લ્ડ કપ 2022માં યોજાઈ શકે છે
આ વર્ષે થનારા T-20 વર્લ્ડ કપનું આયોજન 2020માં ઓસ્ટ્રેલિયામાં થવાની સંભાવના છે. કારણ કે, તાજેતરમાં ભારત 2021 ટૂર્નામેન્ટની મેજબાનીના પોતાના અધિકાર ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે બદલવા માંગતુ નથી. ઓસ્ટ્રેલિયા આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટની મેજબાની કરશે નહીં, આ તે સમયે સ્પષ્ટ થઈ ગયું હતું જ્યારે ક્રિકેટ બોર્ડે પોતાના ખેલાડીઓને સપ્ટેમ્બરના અંતમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ થનારી મર્યાદિત ઓવરની સીરીઝની તૈયારી કરવાનું કહ્યું હતું.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તે પ્રવાસ માટે 26 સભ્યોની ટીમની જાહેરાત પણ કરી છે. જો કે, ICCAએ કહ્યું કે, તે આટલો મોટો નિર્ણય લેતા પહેલા તમામ સંભવિત વિકલ્પો પર વિચાર કરવા માંગે છે અને સંચાલક મંડળ માટે આટલી લાંબી રાહ જોવી સામાન્ય નથી.
ICCના સંચાલનની જાણકારી કરનારા એક સૂત્રએ જણાવ્યું કે, પાકિસ્તાને 2009માં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવાનું હતું. શ્રીલંકાની ટીમની બસ પર આતંકવાદી હુમલો થયા પછી, બધાને ખબર હતી કે નજીકના ભવિષ્યમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કોઈ મોટી પ્રતિયોગિતાનું આયોજન કરી શકશે નહીં.
તેમણે કહ્યું કે, આમ છતાં, ICCએ પોતાના કર્મચારીઓને મહિનાઓ સુધી પાકિસ્તાનમાં રાખ્યાં હતા, જ્યારે દક્ષિણ આફ્રિકા પહેલેથી જ ટૂર્નામેન્ટનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યું હતું.