તેઓએ સાથે કહ્યું છે કે, આવનારા વર્ષમાં આયોજીત T20 વર્લ્ડ કપ માટે લોકેશ રાહુલ 'વિકેટકીપિંગ માટે ગંભીર વિકલ્પ' છે અને ઋષભ પંતે 'ધીરજ રાખવાની ' જરૂર છે.
પંત છેલ્લા કેટલાક સમયથી સારૂ પ્રદર્શન કરવામાં નાકામ રહ્યો છે. જ્યારે ધોનીના આંતરરાષ્ટ્રીય કરીયરને લઇને હજુ પણ અવઢવ છે અને તેવામાં શાસ્ત્રીએ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર આ ટુર્નામેન્ટમાં રાહુલની બમણી ભૂમિકા આપવાથી મનાઇ ફરમાવી નથી.
ધોનીના ભવિષ્ય પર બોલ્યા શાસ્ત્રી
શાસ્ત્રીએ એક ટીવી ચેનલને કહ્યું કે, 'ધોની મોટા મેચનો ખેલાડી છે. વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટમાં તેઓએ બધુ જ આપી દીધું છે. હોઇ શકે છે કે, વર્લ્ડ કપ બાદ ધોની આરામ લેવા માગે છે. હા, પરંતુ તે IPLમાં રમશે. હાલમાં જ એક ફોટો નિહાળ્યો જેમાં તે ટ્રેનિંગ શરૂ કરી રહ્યો છે.
શાસ્ત્રીએ આગળ કહ્યું કે, 'તે સમઝદારી ભર્યુ છે (ધોનીનું બ્રેક લેવુ). તે સમયની રાહ છે જ્યારે તે ફરી રમવાનું શરૂ કરશે. મને લાગી રહ્યું છે કે, વન ડે ક્રિકેટમાં રમવાને લઇને તે ઉત્સાહી છે. તેને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત લઇ લીધી છે.
જણાવી દઇ એ કે મહેન્દ્રસિંહ ઘોની વર્લ્ડ કપ 2019માં સેમીફાઇનલમાં હાર થયા બાદથી ક્રિકેટના મેદાનથી દુર છે.
કોચ શાસ્ત્રીનું માનવુ છે કે, રાહુલ વિકલ્પ તરીકે આગળ આવી શકે છે. કારણ કે IPL સિવાય સીમિત ઓવરના સ્થાનિક ક્રિકેટમાં કર્ણાટક માટે વિકેટકીપિંગ કરતો હતો.