હૈદરાબાદ : લૉજિસ્ટિકલ ઈશ્યૂ, સંપુર્ણ સુરક્ષિત માહૌલ IPL 2020ના આયોજન માટે બીસીસીઆઈએ તૈયારીઓ વિશે મિટિંગમાં ચર્ચા કરી હતી.19 સપ્ટેમ્બર 2020ના શેડ્યૂલ અનુસાર ગત્ત ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે રમાયેલી મેચથી આઈપીએલના સફળ આયોજનની શરુઆત થઈ છે. આ વર્ષ ટ્વિટર પર કેટલાક ટ્વિટ ટ્રોલ થયા છે જેમાં મેચને લઈ ચર્ચા શરૂ થઈ છે.
આ વખતે લોકોનું ધ્યાન ખેલાડીઓ પર ઓછું અને તેમના ફિટનેસ પર વધુ છે. એક બાદ એક ટ્વિટ આવવા લાગ્યા અને એથલિટોના ફિટનેસ મજાક કરતા ગયા આ દરમિયાન કેટલાક મોટા જર્નાલિસ્ટ પણ ધારણાઓને આગળ લાવતા જોવા મળ્યા હતા.
એક ક્રિકેટ જર્નાલિસ્ટે કૉમેનટેટરે ટ્વિટ કરતા કહ્યું કે, આજે ખુબ સારી તંદુરુસ્ત વેસ્ટલાઈન જોવા મળી રહી છે. ત્યારબાદ એક પૂર્વ મહિલા ઓસ્ટ્રેલિયાની ખેલાડીએ પણ ટ્વિટ કરતા કહ્યું કે, "चोकलेट मूज से सावधान रहिए."
એક પૂર્વ ભારતીય હૉકી ખેલાડીએ તો ખેલાડીઓના દેખાઈ રહેલા મેદસ્વીપણાને નિશાન સાંધી મજાક ઉડાવી હતી.મેચ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા અને બેટ્સમેન સૌરભ તિવારી સૌના ટાર્ગેટ થયા હતા.
ખેલાડી અને જર્નાલિસ્ટના ટ્વિટ બાદ કેટલાક ફેન્સે પણ તેમના મેદસ્વીપણાની મજાક ઉડાવી હતી. તો કેટલાક તેમની ભાષાની ગરિમા પણ ભુલયા હતા. આ સૌને લાગે છે કે, જે ફીટ હોય તે જ હીટ હોય છે અને જે ફીટ ન હોય તે હીટ લાગતા નથી.
કેટલાક મેદસ્વી શરીરવાળા એથલીટ તેમના સ્વાસ્થ વિશે વાત કરવા માટે આગળ આવ્યા હતા.તેમનું કહેવું છે કે, હેલ્થ દરેક સાઈઝમાં હોય છે.
સૌથી પહેલા જોર્જિયાની એક એથલિટનું નામ આગળ આવે છે. જેમણે 6 મૈરાથૉન, 6 અલ્ટ્રા મૈરાથૉનમાં ભાગ લીધો છે. તે પણ 250 પાઉન્ડથી વજન સાથે.
તો ઓલ્મપિક વેટલિફટર હૌલી મૈનગોલ્ડ અને ઓલમ્પિયન હૈમર થ્રો એથલિટ અમેન્ડા બિંગસનને એક મેગેઝીન દ્વારા સ્પેશિયલ એડિશનમાં ફીચર કરવામાં આવ્યું હતુ. જેનો ધ્યેય લોકોને જાણકારી આપવી કે, ઓવરવેટનો મતલબ આઉટ ઑફ શેપ નથી.
ન્યૂયૉક ઓબેસિટી રિસર્ચ સેન્ટર વેટલૉસ પ્રોગ્રામના ડાયરેક્ટર રિચર્ડ વેલે કહ્યું કે, કોઈ પણ ફિટ હોઈ શકે છે. વજન ભેદભાવ કરતું નથી.
તેમણે આગળ કહ્યું કે, "55% - 65% મેદસ્વી લોકો આપણી વસ્તીનો ભાગ છે. તેમનું BMI લેવલ તેમના શરીરિક રીતે વધુ સ્વસ્થ બતાવવામાં આવે છે.
અમેરિકામાં મેદસ્વી લોકો વધુ છે, અને પ્લ્સ -સાઈઝના એથ્લેટ્સ સમાજના ફિટનેસની ધારણાઓના માળખામાં બંધ બેસતા નથી.
ખાસ કરીને એથ્લેટ્સ જે શારિરીક એક્ટિવ સપોર્ટ જેમ કે, રનિંગ અને યોગાનો ભાગ છે.સ્પોર્ટ્સના પોસ્ટર બોયઝ અને પોસ્ટર ગર્લ્સ એવા લોકો હોય છે. જે લાંબા અને પાતળા હોય છે.
નિષ્ણાતોનું કહેવું છે કે,ઘણી વખત ટ્રેનિંગ આપવા છતાં એથલિટો વજન ઓછું કરી શકતા નથી કારણ કે, તે શરીરના વિવિધ પ્રકારો પર પણ આધારિત છે. આવી પરિસ્થિતિને ઓબેસિટી પેરાડોક્સ કહેવામાં આવે છે.જેનું કારણ હજુ સુધી શોધી શકાયું નથી.આવું કેમ થાય છે.
આખા રિપોર્ટનો એક જ મત હતો કે ટ્વિટર પર આઈપીએલની પ્રથમ મેચ દરમિયાન ખેલાડીઓના મેદસ્વીપણાની મજાક ઉડતી હતી.નૈતિક રીતે ખોટું છે અને ખોટી માન્યતાને આગળ વધારવામાં આવી રહી છે.