ETV Bharat / sports

હેપ્પી બર્થ ડે સચિનઃ 'ક્રિકેટના ભગવાન' સચિનના 47મા જન્મ દિવસે જાણો તેની કારકિર્દીના કેટલાક રસપ્રદ રેકોર્ડ - માસ્ટર બ્લાસ્ટર

ક્રિકેટ જગતના 'ભગવાન' કહેવાતા સચિન તેંડુલકરનો આજે 47મો જન્મદિવસ છે. સચિને 16 વર્ષ અને 205 દિવસની ઉંમરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ માસ્ટર બ્લાસ્ટરે ક્યારેય પાછું વાળીને જોયુ નથી. અને 40 વર્ષની ઉંમરે જ્યારે તેમણે નિવૃતી જાહેર કરી ત્યાં સુધીમાં તો તેમણે ક્રિકેટનાં ઘણા બઘા રેકોર્ડ પોતાના નામે કરી લીધા હતા.

હેપ્પી બર્થ ડે સચિનઃ જાણો ક્રિકેટના ભગવાન સચિનના 47માં જન્મ દિવસે તેની કારકિર્દીના કેટલાક રસપ્રદ રેકોર્ડ

author img

By

Published : Apr 24, 2020, 3:48 PM IST

હૈદરાબાદઃ વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓલટાઇમ બેટ્સમેન ગણાતા સચિન રમેશ તેંડુલકરે ખૂબ જ નાનપણથી જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને એક સમયે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી નાની વયે પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. સચિન દેશના પહેલા અવા ક્રિકેટર છે કે જેમને ભારત રત્નથી સન્માનીત કરવામાં આવ્યાં છે.

હેપ્પી બર્થ ડે સચિનઃ જાણો ક્રિકેટના ભગવાન સચિનના 47માં જન્મ દિવસે તેની કારકિર્દીના કેટલાક રસપ્રદ રેકોર્ડ
હેપ્પી બર્થ ડે સચિનઃ જાણો ક્રિકેટના ભગવાન સચિનના 47માં જન્મ દિવસે તેની કારકિર્દીના કેટલાક રસપ્રદ રેકોર્ડ

સચિનના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ માહિતિ

સચિન તેંડુલકરનો જન્મ 24 એપ્રિલ 1973ના રોજ મુંબઇના શિવાજી પાર્ક રાનાડે રોડ સ્થિત નિર્મલ નર્સિગ હોમમાં થયો હતો. સચિનનું નામ તેના પિતા રમેશ તેંડુલકરે તેમના પ્રિય સંગીતકાર સચિન દેવ બર્મનના નામ પરથી રાખ્યું હતું. સચિનના મોટા ભાઇ અજિત તેંડુલકરે સચિનને ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સચિનના એક ભાઇનુ નામ નીતિન તેંડુલકર છે. અને તેને એક બહેન છે જેનુ નામ સવિતાઇ તેંડુલકર છે. 24 મે 1995ના રોજ સચિને ડૉ. અંજલિ મહેતા સાથે લગ્ન કર્યા હતા. સચિન અને અંજલિ બંને પહેલીવાર એરપોર્ટ પર મળ્યા હતા, તે સમયે અંજલિને સચિન અને ક્રિકેટ બન્ને વિશે વધારે જાણતી ન હતી. સચિનને બે સંતાનો છે. જેમાં પુત્રી સારા તેંડુલકર અને પુત્ર અર્જુન તેંડુલકર.

સચિન તેંડુલકર
સચિન તેંડુલકર

સમગ્ર વિશ્વમાં ક્રિકેટને નવી ઓળખ આપનારા સચિન તેંડુલકરે 15 નવેમ્બર 1989માં માત્ર 16 વર્ષની વયે પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની દુનિયામાં પગ મૂક્યો હતો. જ્યારે સચિને 16 નવેમ્બર 2013ના રોજ ક્રિકેટમાંથી નિવૃતી લીધી હતી. આ 24 વર્ષોની તેની કારકિર્દીમાં તેમણે તે બધું જ પ્રાપ્ત કર્યું જે આજના યુગના દરેક ખેલાડીનું સ્વપ્ન હોય છે.

સચિન તેંડુલકર તેમના પરિવાર સાથે
સચિન તેંડુલકર તેમના પરિવાર સાથે

સચિનની આંતરરાષ્ટ્રીય કારકીર્દી પર એક નજર

ક્રિકેટના ભગવાન ગણાતા સચિન 200 ટેસ્ટ મેચ રમ્યા હતા. આ દરમિયાન તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 53.8ની સરેરાશથી 15921 રન બનાવ્યા હતા, તેમણે તેની ટેસ્ટ કારકિર્દીમાં 51 સદી અને 68 ફિફ્ટી મારી હતી. ટેસ્ટ મેચમાં સચીનનો સર્વશ્રેષ્ઠ સ્કોર 248* હતો

સચિનને ભારતનો સર્વોચ્ચ એવોર્ડ ભારત રત્નથી સન્માનીત કરવામાં આવ્યા છે.

સચિનના વન-ડે કરીયર વિશે વાત કરીએ તો સચિને કુલ 463 વન-ડે મેચ રમી છે. જેમાં 44.8 ની સરેરાશથી સચિને 49 સદી અને 96 અર્ધીસદી ફટકારી છે. વન-ડે માં સચિને કુલ 18426 રન બનાવ્યા છે. સચિન વન-ડેમાં પ્રથમ બેવડી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે.

સચિને પોતાના આંતરરાષ્ટ્રીય કારકીર્દીમાં કુલ 100 સદી મારી છે.

  • As the Master Blaster @sachin_rt turns 47, we relive one of his glorious knocks against England in 2008.

    He dedicated this ton - 41st in Test cricket, to the victims of 26/11 Mumbai terror attack.

    Here's wishing the legend a very happy birthday 🍰 🎁 🎂 #HappyBirthdaySachin pic.twitter.com/dgBdlbCtU7

    — BCCI (@BCCI) April 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રસપ્રદ વાત એ છે કે સચિને ફક્ત એક જ આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમી છે. જેમાં તેણે 12 રન બનાવ્યા હતા.

સચિને બેટિંગની સોથોસાથ બોલિંગ પણ કરી છે અને તેણે ટેસ્ટમાં 46 વિકેટ ઝડપી હતી. જ્યારે વન-ડેમાં 154 વિકેટ ઝડપી છે. તેમજ આંતરરાષ્ટ્રીય ટી-20માં તેના નામે 1 વિકેટ છે.

સચિનની સિદ્ધિઓ

મીરપુરમાં 16 માર્ચ 2012ના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ કારકિર્દીની 100મી આંતરરાષ્ટ્રીય સદી

વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ ડબલ સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી

વન-ડે મેચમાં સૌથી વધુ (18426) રન બનાવનાર ખેલાડી

વન-ડે મેચોમાં સૌથી વધુ 49 સદી ફટકારી

વિશ્વ કપમાં સૌથી વધુ રન બનાવનાર

ટેસ્ટ મેચોમાં સૌથી વધુ (51) સદી ફટકારનાર

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ

વન-ડે મેચોમાં સૌથી વધુ વખત મેન ઓફ ધ સીરીઝનો રેકોર્ડ

વન-ડે મેચોમાં સૌથી વધુ વખત મેન ઓફ ધ મેચ બનવાનો રેકોર્ડ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોમાં સૌથી વધુ 34000 રન બનાવવાનો રેકોર્ડ

સચિનને મળેલા રાષ્ટ્રીય સન્માન પર એક નજર

1994- ભારત સરકાર તરફથી અર્જુન એવોર્ડ, રમતગમતમાં તેમની ઉત્કૃષ્ટ સિદ્ઘિઓ બદલ એનાયત કરાયો

1997-98- રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ

1999 - પદ્મશ્રી

2001- મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ, મહારાષ્ટ્ર રાજ્યનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ

2008- પદ્મ વિભૂષણ, ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ

2014- ભારત રત્ન, ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ

સચિને તેમના જન્મ દિવસે પોતાના ચાહકોને આપ્યો આ ખાસ સંદેશ

સચિને આજે તેમના દિવસે પોતના ચાહકોને સંદેશ આપતા કહ્યું કે મારા ચાહકોને મારો સંદેશ એ છે કે તેઓએ મને ઘણા વર્ષોથી શુભેચ્છા આપી રહ્યાં છે. અને તે બધા ચાહકોને હું આજે ઘરે રહો એને સુપક્ષીત રહો નો સંદેશ હું આપુ છુ. અને વધુમાં કહ્યું કે હુ જ્યારે પણ બેટિંગ કરવા આવતો ત્યારે મારા ચાહકો બધા એમ જ ઇચ્છતા કે હુ વધુમાં વધુ રન બનાવુ અને છેલ્લે સુધી અણનમ રહુ. ત્યારે આજે હુ પણ ઇચ્છુ છુ કે લોકો સલામત રહે, સ્વસ્થ રહે અને બહાર ન નીકળે. તેઓ ઇચ્છતા હતા કે હું ક્રિઝમાં હોઉ, તેવી જ રીતે આજે હુ પણ ઇચ્છું છું કે મારા ચાહકો બધા ક્રિઝમાં સુરક્ષિત રહે.

સચિન તેંડુલકરે કોવિડ-19ની લડાઇમાં અગ્રેસરની ભૂમિકા ભજવનારા લોકોના માનમાં આ વર્ષે તેનો જન્મદિવસ નહીં મનાવવાનો નિર્ણય લીધો છે. તેંડુલકરે કોરોના વાઇરસની મહામારી સામે લડવા 50 લાખ રૂપિયાનું યોગદાન પણ આપ્યું હતું, અને તે અન્ય ઘણી રાહત કામગીરી સાથે સંકળાયેલ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.