મુંબઇ: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ વિશ્વમાં ચાલી રહેલા કોરોના વાઇરસ સંકટને 'તમામ વર્લ્ડ કપની માતા' ગણાવી છે અને લોકોને એક થઈને આ લડતમાં જોડાવા વિનંતી કરી છે. રવિ શાસ્ત્રીએ પોસ્ટ કરેલા એક વીડિયોમાં લોકોને વિનંતી કરી છે કે કોરોના વાઈરસ સામેની લડતમાં સરકારની સૂચનાનું પાલન કરો.
-
Stay Home, Stay Safe! 🙏#Lockdown2 #COVID19 #StayHome #IndiaFightsCorona pic.twitter.com/JQTZVib2in
— Ravi Shastri (@RaviShastriOfc) April 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Stay Home, Stay Safe! 🙏#Lockdown2 #COVID19 #StayHome #IndiaFightsCorona pic.twitter.com/JQTZVib2in
— Ravi Shastri (@RaviShastriOfc) April 15, 2020Stay Home, Stay Safe! 🙏#Lockdown2 #COVID19 #StayHome #IndiaFightsCorona pic.twitter.com/JQTZVib2in
— Ravi Shastri (@RaviShastriOfc) April 15, 2020
શાસ્ત્રીએ કહ્યું કે, 'આજે કોવિડ-19 એ આપણને ગંભીર સ્થિતિમાં મૂકી દીધા છે કે, જ્યાં આપણે દીવાલ તરફ પીઠ ફેરવી દઈએ છીએ, કોરોના વાઇરસ સામે લડવું એ વર્લ્ડકપનો પીછો કરવા જેવું જ છે, ચાલો જીતી લઈએ આ જંગ. ચાલો દરેક વસ્તુને દાવ પર લગાવી દઈએ. કોરોના બધા જ વિશ્વકપની માતા છે, જ્યાં ફક્ત 11 જ નહીં, પણ રમતના મેદાનમાં 1.4 અબજ લોકો છે. મિત્રો, આપણે જીતી શકીએ છીએ. આ માટે આપણે કેટલીક મૂળ બાબતોને અનુસરવી પડશે. વડાપ્રધાન જે રીતે દેશને આગળ લઈ જઈ રહ્યાં છે, તે પ્રશંસાને પાત્ર છે કારણ કે અન્ય દેશો તેમાં પાછળ રહી ગયાં છે."
શાસ્ત્રીએ કહ્યું કે, તમામ આદેશોનું પાલન કરવું પડશે, રાજ્ય હોય કે કામદારો પોતાનો જીવ જોખમમાં ન મૂકે, આપણે ઘરે રહેવું પડશે અને બીજા લોકોથી શારીરિક અંતર જાળવવું પડશે. આ સરળ નથી, પરંતુ આ રમત પણ આપણે જીતવાની છે. ચાલો, એકસાથે આ કોરોના સામેની મેચ પર જીતીએ.