ETV Bharat / sports

ઈંગ્લેન્ડના કોચે ખરાબ ફોર્મમાં રહેનારા બટલરનો સાથ આપ્યો - જોસ બટલરનું ખરાબ ફોર્મ

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડે કહ્યું છે કે, તે ટીકા કરીને જોસ બટલર પર વધુ દબાણ બનાવવા માંગતા નથી. કારણ કે, તેમને નથી લાગતું કે તેનાથી બટલરને મદદ મળશે. આવી સ્થિતિમાં તે બટલરને સફળ થવાની શ્રેષ્ઠ તક આપવા માંગે છે.

ETV BHARAT
ઈંગ્લેન્ડના કોચે ખરાબ ફોર્મમાં રહેનારા બટલરનો સાથ આપ્યો
author img

By

Published : Jul 14, 2020, 7:01 PM IST

સાઉથૈંપ્ટનઃ ઈંગ્લેન્ડના મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડે ખરાબ ફોર્મમાં ચાલી રહેલા વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરને સમર્થન કરીને જણાવ્યું કે, તેમણે પ્રથમ ટેસ્ટમાં સારી બેટીંગ કરી હતી અને સીરીઝના બાકી રહેલા મેચમાં તેમને સફળ થવાની સંપૂર્ણ તક મળશે. બટલર ગત 12 મેચમાં ફીફ્ટી મારવામાં નાકામ રહ્યા છે. તેમણે વેસ્ટઈન્ડીઝ વિરુધ પ્રથમ ટેસ્ટમાં જર્મેન બ્લેકુડનો કેચ છોડ્યો હતો. બ્લેકવુડે 95 રન ફટકારીને વેસ્ટઈન્ડીઝને 4 વિકેટે મેચ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ETV BHARAT
ક્રિસ સિલ્વરવુડ

મેચ બાદ ઈંગ્લેન્ડના પૂર્વ ઝડપી બોલર ડેરેન ગોએ કહ્યું હતું કે, બટલર વેસ્ટઈન્ડીઝ વિરુધ બાકી રહેલા મેચમાં જો સારૂં પ્રદર્શન નહી કરે, તો ટીમમાં તેમનું સ્થાન ખતરામાં છે. સિલ્વરવુડે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને કહ્યું કે, હું ટીકા કરીને જોસ પર વધુ દબાણ લાવવા માગતો નથી. કારણ કે, મને નથી લાગતું કે તેનાથી બટલરને મદદ મળશે. આવી સ્થિતિમાં તે બટલરને સફળ થવાની શ્રેષ્ઠ તક આપવા માંગે છે.

તેમણે કહ્યું કે, મેચ અગાઉ પ્રેક્ટીસ દરમિયાન બટલર શાનદાર પ્રદર્શનમાં હતો. તે પ્રથમ મેચમાં પણ સારા ફોર્મમાં જોવા મળ્યો હતો. બટલરને ક્રીઝ પર સમય વિતાવવા અને મોટો સ્કોર કરવાની જરૂર છે. જે ખૂદ બટલર પણ જાણે છે. 45 વર્ષીય સિલ્વરવુડે કહ્યું કે, બટલરને વિશ્વાસ અપાવવાની જરૂર છે કે, તે આવનારા ટેસ્ટમાં પણ શ્રેષ્ઠ કરી શકશે.

તેમણે કહ્યું કે, અમારા દૃષ્ટિકોણથી અમે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીંએ કે, તે આત્મવિશ્વાસ પોતાની અંદર રાખે. અમે તેને સફળ થવાની શ્રેષ્ઠ તક આપીશું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.