મેન્ચેસ્ટર: ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે વિન્ડીઝ ટીમે 4 વિકેટ ગુમાવી 65 રન કર્યા છે. અત્યાર સુધીમાં વિન્ડીઝે 22.3 ઓવર રમી છે.
વિન્ડીઝ ટીમની શરૂઆત સારી રહી નહતી અને ક્રેગ બ્રેથવેટ 12 અને જોન કેંપબેલ 4 રન પર જ પેવેલિયન પરત ફર્યા હતાં. શાઇ હોપે માત્ર 7 અને રોસ્ટન ચેઝ 6 રન જ બનાવ્યાં હતાં. પીચ પર શારમાહ બ્રુક્સ અને જર્મેઇન બ્લેકવુડ રમી રહ્યાં છે. ઇંગ્લેન્ડે આજે સોમવારે લંચ સુધીમાં સ્ટુઅર્ટ બ્રોડે 3 વિકેટ અને ક્રિસ વોક્સે એક વિકેટ હાંસિલ કરી છે.
આ પહેલા ઇંગ્લેન્ડે બેટિંગ કરતા વિન્ડીઝ સામે 312 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. વિન્ડીઝ ટીમે જીતવા માટે આ લક્ષ્યાંક 85 ઓવરમાં પાર કરવાનો છે.
આ પહેલા ટોસ જીતીને વિન્ડીઝ ટીમે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 469 રનમાં 9 વિકેટ સાથે ઇનિંગ્સને પુરી કરી હતી. જેના જવાબમાં વિન્ડીઝે 287 રન બનાવ્યા હતાં.
બીજી ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડે 129 રન પર ત્રણ વિકેટ ગુમાવી અને ઇનિંગ્સને પુર્ણ કરી હતી. જેના જવાબમાં વિન્ડીઝને 85 ઓવરમાં 312 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ઉલ્લેખનિય છે કે ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ્સમાં બેન સ્ટોક્સ 78 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.