ETV Bharat / sports

ENG vs WI, 1st Test: ઇંગ્લેન્ડે વિન્ડીઝને આપ્યો 200 રનનો લક્ષ્યાંક - કેપ્ટન

જૈક ક્રાઉલી અને ડોમ સિબ્લીના અર્ધ શતકની મદદથી ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં વિંન્ડીઝને 200 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

ઇંગ્લેન્ડે વિન્ડીઝને આપ્યો 200 રનનો લક્ષ્યાંક

author img

By

Published : Jul 12, 2020, 5:29 PM IST

સાઉથેમ્પટન : રોજ બાઉલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહેલી ઇંગ્લેન્ડ અને વિંન્ડીઝ વચ્ચેની પ્રથમ મેચના પાંચમાં દિવસે ઇંગ્લેન્ડની ટીમ 199 રન બનાવીને ઓલ આઉટ થઇ હતી. ઇંગ્લેન્ડની ટીમે વિન્ડીઝને મેચ જીતવા 200 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ઇંગ્લેન્ડ ટીમે બીજી ઇનિંગ્સમાં સારી રમત દાખવી હતી.

ઇંગ્લેન્ડ તરફથી બેટ્સમેન રોરી બનર્સ 42 અને ડોમ સિબ્લી 50 રન સાથે સારી શરૂઆત કરી હતી. જો ડેનલીએ 29 રન બનાવ્યા જ્યારે જૈક ક્રાઉલીએ 76 રનની શાનદાર રમત દાખવી હતી. કેપ્ટન બેન સ્ટોક્સ અર્ધ શતક ચુકી ગયો હતો અને 79 બોલમાં 46 રન ફટકાર્યા હતાં.

જ્યારે વિન્ડીઝે શાનદાર બોલિંગ કરતા શૈનેનો ગૈબ્રિયલે સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. જ્યારે જેસન હોલ્ડરે એક વિકેટ અને રોસ્ટન ચેજ અને અલ્જારી જોસેફે 2-2 વિકેટ હાંસિલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.