સાઉથેમ્પટન: આયરલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે સાઉથેમ્પટનમાં રમાયેલી મેચમાં આયરલેન્ડને 7 વિકેટે બાજી મારી છે. બંને ટીમ વચ્ચે એક સમય એવો પણ હતો કે, 2 બોલમાં 1 રનની જરુર હતી. અંતે આયરલેન્ડે ઈંગ્લેન્ડને હાર આપી હતી અને મેચ 49.5 ઓવરમાં 7 વિકેટે જીત મેળવી હતી.
ઈગ્લેન્ડે પણ 49.5 બોલમાં 328 રનનો સ્કોર કર્યો હતો. જેનો પીછો કરતા 49.5 ઓવરમાં જ આયરલેન્ડે 329 રન બનાવ્યા હતાં. આ મેચમાં ડેવિડ વિલી અને આદિલ રાશિદે 1-1 વિકેટ ઝડપી હતી. જ્યારે એક વિકેટ રન આઉટ રહી હતી. પૉલ સ્ટરલિંગે 142 રનની શાનદાર સદી મારી હતી. તેમણે કુલ 128 બોલમાં 9 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી શાનદાર સ્કોર કર્યો હતો. ગૈરેથ ડેલની 12 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે એન્ડ્રયૂ બૈલબિર્નીએ 113 રનની શાનદાર સદી ફટકારી ટીમને જીત અપાવી હતી.
આ પહેલા કેપ્ટન ઈયોન મોર્ગન 106 અને ટૉમ બેન્ટન અને ડેવિડ વિલે અર્ધશતકની મદદથી ઈગ્લેન્ડે આયરલેન્ડ વિરુદ્ધ 328 રનનો સ્કોર કર્યો હતો. ટૉસ હારી પહેલા બેટિંગ કરવા મેદાને ઉતરેલી મેજબાન ઈંગ્લેન્ડે 44 રનની અંદર 3 વિકેટનું નુકસાન થયું હતુ. આ 3 વિકેટમાં જેસન રૉય 1, જૉની બેયરસ્ટો 1 અને જેમ્સ વિન્સે 16ની વિકેટ સામેલ છે.
કેપ્ટન મોર્ગન અને બેન્ટન 58 ચોથી વિકેટ માટે 146 રનની ભાગેદારી કરી હતી. મોર્ગનની વિકેટ 109 રનના સ્કોર પર પડી હતી. તેમણે 84 બોલમાં 15 ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતાં. બેન્ટને 51 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. મોર્ગન અને બેન્ટનના આઉટ થયા બાદ વિલે 42 બોલમાં 3 ચોગ્ગા અને છગ્ગાની મદદથી 51 અને કુરૈને 54 બોલની મદદથી અણનમ 32 રનની પારી રમી ઈંગ્લેન્ડને મજબૂત સ્કોર સુધી પહોચાડ્યો હતો. આ સિવાય સૈમ બિલિગ્સે 19 અને શાકિબ મહમૂદે 12 રનનું યોગદાન આપ્યું હતું, ઈંગ્લેન્ડે શરુઆતની 2 મેચ જીતી સીરિઝ 2-0થી આગળ વધ્યા છે.