મૈનચેસ્ટર: ઇંગ્લેન્ડના ભૂતપુર્વ કેપ્ટન માઇકલ વોનનું માનવુ છે કે જોફ્રા આર્ચરે બાયો સિક્યોર પ્રોટોકોલ તોડ્યા બાદ વિન્ડીઝ વિરૂદ્ધ ત્રીજી અને અંતિમ ટેસ્ટ રમવુ પણ શંકાસ્પદ છે, પરંતુ તેનુ માનવુ છે કે આઇસોલેટ સમયે આ ફાસ્ટ બોલરનું ધ્યાન રાખવુ જરૂરી છે. આ ફાસ્ટ બોલરે પ્રથમ ટેસ્ટ મેચ પુર્ણ કર્યા બાદ બાયો સિક્યોર પ્રોટોકોલનું ઉલ્સલંધન કર્યુ હતું, જેના પગલે તેને બીજી ટેસ્ટ મેચમાંથી બહાર કરવામાં આવ્યો છે.
માઇકલ વોને કહ્યું કે, ' હકીકત એ છે કે તે ઘરે જવા તૈયાર હતો અને આ રીતે તેને કોવિડ-19ને જૈવ સુરક્ષિત વાતાવરણમાં પ્રવેશવાની તક આપી જેના પગલે તેને સીરીઝને ખતરામાં નાખી. આ તકે તેનું આગામી અઠવાડીયાના મેચમાં રમવુ પણ શંકાસ્પદ છે. મને નથી લાગતુ કે તેનો ત્રીજી ટેસ્ટ મેચમાં સમાવેશ થાય.
પૂર્વ કેપ્ટને કહ્યું કે ટીમે જોફ્રા આર્ચરને પોતાની ભૂલ માટે માફ કરવો જોઇએ. આ સાથે તેને હોટલમાં 5 દિવસ આઇસોલેટ અને કોવિડ-19ના બે તપાસ માટે તેનો સાથ આપવો જોઇએ.