મેલબર્ન: ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના બેટ્સમેન ડેવિડ વોર્નરે કોરોના વાઇરસ વિરૂદ્ધ જંગમાં ઉતરેલા કર્મચારીઓના સમર્થનમાં તેનો આભાર માનવા મુંડન કર્યુ છે. વોર્નરે પોતાના ઇન્સ્ટા પર પોતાના માથા પર શેવ કરતો વીડિયો શેર કર્યો છે.
આ વીડિયોમાં તેઓએ કહ્યું કે, 'કોરોના વાઇરસ વિરૂદ્ધ ચાલી રહેલી લડાઇમાં લોકો સૌથી આગળ આવીને તેની સામે લડી રહ્યાં છે. તેના સન્માન ખાતર માથા પર શેવ કરી રહ્યો છું. મને યાદ છે ત્યાં સુધી ગત સમય દરમિયાન જ્યારે મેં આવુ કર્યુ હતુ, ત્યારે મારો ડેબ્યુ હતો. તમને આ પસંદ આવ્યુ કે નહીં.
ઉલ્લેખનિય છે કે વિશ્વમાં આ સમયે કોરોના વાઇરસોનો કહેર યથાવત છે. આ મહામારી સામે અત્યાર સુધીમાં 39000થી વધુના મોત થયા છે. જ્યારે 8 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. આ વચ્ચે ઓસ્ટ્રેલિયામાં પણ આ વાઇરસને પગલે 19 લોકોના મોત થયા છે જ્યારે 4500થી વધુ લોકો સંક્રમિત થયા છે.