પાંચ વાર વિશ્વકપ વિજેતા ઓસ્ટ્રેલિયાએ બોલની સાથે છેડછાડ પ્રકરણ બાદ તૂફાનનો સામનો કરતા ભારત અને પાકિસ્તાનની સામે તેમની જમીન પર જીત મેળવી હતી.
ડેવિડ વોનર અને સ્ટીવ સ્મિથના એક વર્ષના પ્રતિબંધ બાદ વાપસીથી ટીમ મજબૂત થઈ છે અને જેથી ટીમના અન્ય સભ્યોનું જુસ્સો વધ્યો છે. ક્રિકેટના ઈતિહાસમાં સૌથી સફળ ટીમ વનડેમાં પાંચ વાર વિશ્વકપ પોતાના નામે કર્યો છે, જેમાં 1999થી 2007 એમ ત્રણ વાર સતત જીત મેળવી હતી.


વોનરે એક બાદ વાસપી કરતા IPLમાં રમતા લગભગ લગભગ 700 રન બનાવ્યા હતા અને તેમણે વિશ્વકપ માટે બોલર્સને ચેતાવણી પણ આપી છે. જોવાનું રહેશે વોનરે ઓપનિંગ કરવા મળશે કે, પછી ત્રીજા સ્થાળે બેટિંગ માટે ઉતરવું પડશે.

સ્મિથ એક વર્ષ બાદ વોનરની જેમ પ્રદર્શન નથી કરી શક્યા, પરંતુ હમણાં જ ન્યૂઝીલેન્ડની સામે પોતાના ફોર્મની ઝલક આપી હતી. ન્યૂઝીલેન્ડની સામે અણનમ 89 અને 91 રનની ઈનિંગ રમી હતી.
વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાની ટીમ
એરોન ફિંચ, જેસન બેહરેન ડોર્ફસ, અલેક્સ કૈરે, નાથન કૂલ્ટર નાઈલ, પેટ કમિન્સ, ઉસ્માન ખ્વાજા, નાથન લિયોન, શોન માર્શ, ગ્લેન મૈક્સવેલ, જાય રિચર્ડસન, સ્ટીવ સ્મિછ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, ડેવિડ અને એડમ ઝામ્પા