હૈદરાબાદઃ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ એક કાર્યક્રમ દરમિયાન કોરોના વાઇરસના કારણે લોકડાઉનના દિવસોની જિંદગીની વાત કરી છે. આ બિમારીના કારણે સમગ્ર દુનિયામાં અત્યારે 34 લાખ લોકો સંક્રમિત છે, જ્યારે 2,40,000થી વધુ લોકોનાં મોત થયાં છે.
આપણે તમામ સાથે મળીને આ મેચ જીતવામાં સફળ રહીશું.
ગાંગુલીએ એક કાર્યક્રમમાં કહ્યું કે, આ ખૂબ ખતરનાક વિકેટ પર ટેસ્ટ મેચ રમવા જેવી સ્થિતિ છે. બોલ સીમ પણ થઇ રહ્યો છે અને સ્પિન પણ થઇ રહીં છે. બેટ્સમેનની પાસે ભૂલ કરવાની ખૂબ ઓછી તક છે. જેથી બેટ્સમેને ભૂલ કરવાથી બચીને વિકેટ બચાવી રન બનાવવા પડશે અને આ ટેસ્ટ મેચ જીતવો પડશે.
ગાંગુલીએ પોતાના સમયના ઘણા દિગ્ગજ ઝડપી બોલરો અને સ્પિનરોનો સામનો કર્યો અને તેમની સાથે સફળ સાબિત થયા છે. ડાબેરી બેટ્સમેને રમતના ખરાબ સમયને અને વર્તમાન આરોગ્ય સંકટને એક જેવા ગણાવ્યાં છે. તેમણે કહ્યું, આ ખૂબ વિકટ સ્થિતિ છે, પરંતુ આશા છે કે આપણે તમામ સાથે મળીને આ મેચ જીતવામાં સફળ રહેશું.
તેમને આ બિમારીના કારણે ભય લાગે છે
ગાંગુલીએ આ મહામારીના કારણે ઘણા લોકોની જીવ ગુમાવવા પર અને આનાથી થયેલા મોટા પાયાના નુકસાન માટે દુખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે, હું વર્તમાન સ્થિતિને લઇને ખરેખર દુખી છું. કારણ કે, એટલા બધા લોકો આના કારણે પીડિત છે. આપણે હજૂ પણ સમજી શક્યા નથી કે, આ મહામારી કેવી રીતે કાબૂમાં આવશે.
ગાંગુલીએ કહ્યું કે, લોકો કરિયાણાનો સામાન, જમવાનું વગેરે પહોંચાડવા માટે મારા ઘરે પણ આવે છે. જેથી મને થોડો ભય લાગે છે.