ETV Bharat / sports

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વિન્ડિઝ સામેની 3 મેચની ટી-20 સિરીઝ સ્થગિત કરી - World Cup 2021

વિન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણીને ટી-20 વિશ્વકપ પહેલાની તૈયારીના ભાગરૂપે માનવામાં આવી રહી હતી, જોકે ટી-20 વિશ્વકપ રદ થતા લોજિસ્ટિક પ્રેશર વધવાને કારણે આ શ્રેણીને હવે સ્થગિત કરવામાં આવી છે.

Cricket Australia
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વિન્ડિઝ સામેની 3 મેચની ટી-20 સીરીઝને કરી સ્થગીત
author img

By

Published : Aug 4, 2020, 6:36 PM IST

કૈનબેરાઃ વિન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણીને ટી-20 વિશ્વકપ પહેલાની તૈયારીના ભાગરૂપે માનવામાં આવી રહી હતી, જોકે ટી-20 વિશ્વકપ રદ થતા લોજિસ્ટિક પ્રેશર વધવાને કારણે આ શ્રેણીને હવે સ્થગિત કરવામાં આવી છે.

ત્રણ મેચની આ સીરીઝ 4, 6 અને 9 ઓક્ટોબરે ટાઉનસ્વિલે, કેયન્સ અને ગોલ્ડ કોસ્ટમાં રમાવાની હતી. આ સીરીઝને ટી-20 વિશ્વકપ પહેલા એક તૈયારીના ભાગરૂપે યોજવાનું નક્કી કરાયુ હતુ, પરંતુ કોરોના વાઇરસના કારણે હવે વિશ્વ કપ 2021ને સ્થગિત કરવામાં આવ્યો છે, જેથી હવે આ સિરીઝનું પણ ખાસ કઇ મહત્વ રહ્યુ નથી.

Cricket Australia
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વિન્ડિઝ સામેની 3 મેચની ટી-20 સીરીઝને કરી સ્થગીત

આ શ્રેણી રદ થતા ગોલ્ડ કોસ્ટમાં બિલ પીપન ઓવલ સ્ટેડિયમનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ પણ અટકી ગયું છે, સાથે જ કેયન્સના કજાઇલ સ્ટેડિયમને પણ આંતરરાષ્ટ્રીય મેયનું આયોજન કરવા માટે હવે થોડી વધારે રાહ જોવી પડશે. આ સ્ટેડિયમે છેલ્લે 16 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ મેચની યજમાની કરી હતી.

ભારતે પણ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ ટી-20 મેચની શ્રેણી રમવાની હતી. જે 11,14 અને 17 ઓક્ટોબરે રમાવાની હતી, જોકે હવે સપ્ટેમ્બર-નવેમ્બરમાં આઇપીએલ થવાના કારણે બીસીસીઆઇનું સંપૂર્ણ ધ્યાન આઇપીએલ પર છે ત્યારે હવે આ શ્રેણી પણ સ્થગિત થઇ શકે છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે ભારતની આ સીરીઝ આઇપીએલ બાદ ડિસેમ્બર-જાન્યુઆરીમાં યોજાઇ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.