ETV Bharat / sports

IPLનો વિરોધઃ CAITએ ભારત સરકારને કરી વિનંતી, કહ્યું- IPL દુબઇમાં ન થવા દો - ડબ્લ્યુએફઆઈ

સીએઆઈટીએ કહ્યું કે, "અમે અમિત શાહ અને જયશંકરને એક પત્ર મોકલ્યો છે, જેમાં બીસીસીઆઈને દુબઇમાં આઈપીએલ યોજવા માટે મંજૂરી ન આપવાની માંગ કરવામાં આવી છે. આ સરકારની નીતિની વિરુદ્ધ હશે. પત્રમાં સીએઆઇટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતિયા અને જનરલ સેક્રેટરી પ્રવિણ ખંડેલવાલે કહ્યું કે, જ્યારે ભારતીય સરહદો પર ચીની આક્રમણથી ભારતમાં ચીન વિરોધી ભાવનાઓને જન્મ થયો છે, ત્યાં બીસીસીઆઈનો નિર્ણય સરકારના નિર્ણયોની વિરુદ્ધ છે.

IPL
IPLનો વિરોધ
author img

By

Published : Aug 4, 2020, 9:13 AM IST

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં મોબાઇલ કંપની વિવો સહિતની ચાઇનીઝ કંપનીઓની સ્પોન્સરશિપ સામે વિરોધ વધી રહ્યો છે, ત્યારે ઓલ ઇન્ડિયા મર્ચન્ટ્સ એસોસિએશન (સીએઆઇટી)એ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને વિદેશ પ્રધાન એસ. જયશંકરને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી દુબઈમાં ન થવા દેવાની વિનંતી કરી છે.

બીસીસીઆઈએ રવિવારે પોતાની આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય કર્યો છે . જેમાં આગામી લીગનો ટાઇટલ સ્પોન્સર ચીની કંપની રહેશે. આ સમયે ભારત અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ આ નિર્ણય કાનૂની ટીમની સલાહ લઈને અને સ્પોન્સર કરારને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

સીએઆઈટીએ કહ્યું કે, "અમે અમિત શાહ અને જયશંકરને એક પત્ર મોકલ્યો છે, જેમાં બીસીસીઆઈને દુબઇમાં આઈપીએલ યોજવા માટે મંજૂરી ન આપવાની માંગ કરવામાં આવી છે. આ સરકારની નીતિની વિરુદ્ધ હશે. પત્રમાં સીએઆઇટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતિયા અને જનરલ સેક્રેટરી પ્રવિણ ખંડેલવાલે કહ્યું કે, જ્યારે ભારતીય સરહદો પર ચીની આક્રમણથી ભારતમાં ચીન વિરોધી ભાવનાઓને જન્મ થયો છે, ત્યાં બીસીસીઆઈનો નિર્ણય સરકારના નિર્ણયોની વિરુદ્ધ છે.

કોવિડ-19 મહામારીને કારણે ઓલિમ્પિક્સ અને વિમ્બલ્ડન જેવી ટુર્નામેન્ટ્સ રદ કરવાનું ટાંકીને કહ્યું કે, બીસીસીઆઈના નિર્ણયની કડક નિંદા થવી જોઈએ. બીસીસીઆઈનું આ પગલું પૈસાનો લોભ બતાવે છે, આ પહેલા દેશમાં ચીની કંપનીઓ અને ચીની ચીજવસ્તુનો ઘણો વિરોધ થયો છે, જેમાં 59 એપ પર પ્રતિબંધ મુકાયો છે. દેશમાં જુદા-જુદા સ્થળોએ લોકો પોતાની રીતે ચીની ચીજો અને વ્યવસ્થા સામે વિરોધ કરી રહ્યાં છે. રમત-ગમતની દુનિયામાં, ડબ્લ્યુએફઆઈ જેવા ઘણા સંગઠનોના ચીની સ્પોન્સર સાથેના સંબંધો તૂટી રહ્યાં છે. આવી સ્થિતિમાં બીસીસીઆઈનું આ પગલું ભારત સરકાર અને દેશવાસીઓના લોકોની વિરુદ્ધમાં લાગી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.