ઑકલેન્ડઃ મહિલા વન-ડે વિશ્વકપની ફાઇનલ મેચ ક્રાઇસ્ટચર્ચમાં રમવામાં આવશે. ક્રાઇસ્ટચર્ચ સિવાય ન્યૂઝીલેન્ડના ઑકલેન્ડ, વેલિંગ્ટન, હેમિલ્ટન, ટૉરંગા અને ડુનેડિનમાં પણ વિશ્વકપની મેજબાની કરવામાં આવશે.
6 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી રમાનારા આ વિશ્વકપમાં કુલ 31 મેચ રમવામાં આવશે. આ સિરીઝની સેમીફાઇનલ મેચ હેમિલ્ટન અને ટૉરંગામાં રમવામાં આવશે. ICCએ આ સમગ્ર વાતની જાણકારી આપી હતી.
મહિલા વિશ્વકપના CEO આંદ્રિયા નેલ્સને કહ્યું કે, ‘અમારૂં લક્ષ્ય છે કે, બધી જ 31 મેચો સર્વશ્રેષ્ઠ સ્થળોએ રમવામાં આવશે. કારણ કે, વધારે પ્રશંસકો ટૂર્નામેન્ટ સાથે જોડાઇ શકે.’ ન્યૂઝીલેન્ડના હાજર કેપ્ટન સોફી ડિવાઇને ગુરુવારે કહ્યું કે, ઘરના ગ્રાઉન્ડમાં વિશ્વકપ રમવો એ તેના માટે એક સારી તક છે.
ભારત પણ 3 વખત વિશ્વકપની મેજબાની કરી ચૂક્યું છે. ભારતે વર્ષ 1978, 1997 અને 2013માં વિશ્વકપની મેજબાની કરી હતી.
મહિલા વિશ્વકપ સૌથી વધુ ઓસ્ટ્રેલિયાએ જીત્યો છે. ઓસ્ટ્રેલિયા 6 વખત વિશ્વકપનો ખિતાબ જીતી ચૂકી છે. તેમજ ઇંગ્લેન્ડ પણ 4 વખત વિશ્વકપમાં વિજેતા બની છે. ભારતીય ટીમ પણ 2005 અને 2017માં વિશ્વકપમાં ફાઇનલ સુધી પહોંચી હતી.