નવી દિલ્હી: BCCI આઈપીએલ પર અંતિમ નિર્ણય લેવા અને ICC ટી- 20 વર્લ્ડ કપ અંગે કોઈ નિર્ણય લેવાની રાહ જોઈ રહ્યું છે, પરંતુ ફ્રેન્ચાઇઝીઓને ખ્યાલ આવી ગયો છે કે, લીગ આ વર્ષે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માં તેનું આયોજન કરવામાં આવશે અને તેથી ટીમએ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ફ્રેન્ચાઇઝીના એક અધિકારીએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, તેણે ગોઠવણની વ્યવસ્થા શરૂ કરી દીધી છે અને અબુધાબીની હોટલની પસંદગી પણ શરૂ કરી દીધી છે. જેમાં ટીમ રોકાશે. ઉપરાંત, અમે તે ટીમ કેવી રીતે ટ્રેનિંગ કરશે, તેની પણ તૈયારી શરૂ કરી દીધી છે.
એક અધિકારીએ કહ્યું, "તમારે સ્માર્ટ બનવું પડશે અને વહેલી તકે તૈયારી કરવી પડશે. અમને જરૂરી માહિતી આપવામાં આવી છે અને અમે તે મુજબ તૈયારી કરી રહ્યા છીએ. અમે નક્કી કરી લીધું છે કે, અમે અબુધાબીમાં કઈ હોટલ રહીશું અને ત્યાં કેવી રીતે પહોંચવું અને યુએઈ પહોંચ્યા પછી ક્વોરેન્ટાઇન પ્રક્રિયા શું હશે. આપણે ચોક્કસપણે તે દેશની આરોગ્ય માર્ગદર્શિકાઓનું પાલન કરવું પડશે. "
પૂર્વ વિજેતા ફ્રેન્ચાઇઝીના એક અધિકારીએ કહ્યું કે, તે યુએઈ જતા પહેલા જ ભારતમાં આઈસોલેશન પિરિયડ વિશે વાત કરી રહી છે.
તેમણે કહ્યું, "અમે ખેલાડીઓની ભારતમાં એકત્રીત થવાની તૈયારી કરી રહ્યા છીએ. અમે ટીમને બાયો-સિક્યોર વાતાવરણમાં રાખીશું, ટેસ્ટ કરાવીશું અને ત્યારબાદ યુએઈ જવા રવાના થઈશું."
તેમણે વધુમાં કહ્યું કે, ‘તેની પાછળનું કારણ એ છે કે, આપણે બધા ઘરે જ રહીએ છીએ. તેથી જો આપણામાંના કોઈપણ લક્ષણો વગર બહાર આવે છે, તો તે અન્યને સંક્રમિત કરશે. તેથી સારું તે છે કે, આપણે થોડા અઠવાડિયા માટે આઇસોલેશનમાં રહીશું અને અહીં ભારતમાં ટેસ્ટ થયા પછી જ બહાર જવા માટે રવાના થશું.’
દરેક ફ્રેન્ચાઇઝીઝ મુજબ, બધા વિદેશી ખેલાડીઓને સીધા યુએઈમાં લાવવા માટે એક મંચ પર એકઠા થયા છે.
તેમણે કહ્યું કે, "અમે બધી પ્રણાલીગત બાબતો વિશે ચર્ચા કરી રહ્યા હતા અને હું તમને એક વાત સુનિશ્ચિત કરું છું કે, આ બાબત અંગે અમારો સૌનો એક મત છે કે, વિદેશી ખેલાડીઓની ટીમ યુએઈમાં સીધી મળશે.
વિચારો કે, કોઈ ખેલાડી પહેલા ભારત આવે અને 10-14 દિવસ અહીં ક્વોરેન્ટાઇન રહે, ત્યારબાદ યુએઈ જઈ, ફરી ક્વોરેન્ટાઇન થવું. તેથી તમામ વિદેશી ખેલાડીની ટીમ સીધા જ યુએઈમાં જ મળશે, જો ફ્રેન્ચાઇઝીઝ અંતિમ ક્ષણે તેમની વ્યૂહરચનામાં ફેરફાર નહીં કરે તો. "