ભારત ચેન્નાઈ વન ડેમાં આઠ વિકેટથી હારી ગયું હતું. જે બાદ કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું કે, ભારતીય ટીમ ચાર બોલર સાથે ઉતરી હતી. તેમ છતા પાચમાં બોલરની કમી મહેસુસ થઈ હતી. કેમ કે, શિવમ દુબે અને કેદાર જાધવ સારૂ પ્રદર્શન કરી શક્યા નહોતો.
ધીમી પીચ હોવાના કારણે ટીમ મેનેજમેન્ટને 6 બોલર પૂરતા લાગ્યા હતા. ભારતની ટીમ આ મેચમાં ચાર મુખ્ય બોલરો સાથે ઉતરી હતી. જો કે, કેદાર જાધવ અને શિવમ દુબે ખાસ કમાલ ન બતાવી શક્યા.
મને લાગે છે કે, વિન્ડીઝના ખેલાડીઓએ સારી બેંટિગ કરી હતી. બોલરો સારી બોલીંગ કરી શક્યા નહોતા. હેટમેયર અને હોપે સારી ઈનિંગ રમ્યા હતા. કોહલીએ શ્રેયસ ઐયર(70) અને રિષભ પંતના પણ વખાણ કર્યા. રોહીત શર્મા આઉટ થતા, તેમને સારો મોકો મળ્યો હતો. તેમણે ધીમી પીચ પર સારૂ પ્રદર્શન કર્યું હતું.
રવિન્દ્ર જાડેજાના આઉટ થવા બાબતે કોહલીએ કહ્યું કે, ફીલ્ડરોએ અપીલ કરી, અમ્પાયરે નોટ આઉટ આપ્યો, મેદાનની બાહર બેઠેલા લોકો એ અંગે નિર્ણય ન કરી શકે. મે આ પહેલા ક્યારેય જોયું નથી.